________________
પત્રાંક-૫૯૧
૧૩૧
સુખ છે અને લાભ છે ત્યાં. જ્યાં સુખ અને જ્યાં લાભ (આ) બે વાત જ્ઞાનમાં, સમજણમાં હોય ત્યારે રસ આવે. પણ નુકસાન છે એમ ખબર પડે તો ? (કોઈ એમ કહે), ભાઈ ! તમે આ મીઠાઈ ખાશો નહિ, અંદર ઝેર છે. મીઠાઈનો દેખાવ સારામાં સારો છે. કેવો ? એમ કહી દીધું કે અંદર ઝેર છે. પછી કઈ નજરે જોવે ? પછી તો ઝેર જ દેખાય. મીઠાઈ દેખાય નહિ, ઝેર દેખાય. એમાં પણ ભૂલથી જેણે ખાધી હોય એને મૂર્છા આવી ગઈ હોય પછી તો ખાતરી ગઈ હોય કે જુઓ ! આ એક જણને અસર થઈ છે. બાકી આ બધી મીઠાઈ છે એ કોઈએ ખાવાની નથી. પછી લાલચ રહે ખરી ? થોડી ચાખી લઉં એમ ન થાય ? બહુ સારી બનાવી છે. નુકસાન છે એમ ખબર પડે એટલે એનો રસ ખલાસ થઈ ગયો. સુવિચારણાનો વિષય જ એ છે, કે તારા લાભ-નુકસાનને તો તું સમજ. તો તારો રસ તો તૂટે. રસ એમનેમ લ્યે ... બીજું, ત્રીજું જે કાંઈ પ્રારબ્ધયોગે જે કાંઈ સાધનસંપન્ન હોય એમાં ૨સ એવો ને એવો રહે. અને શાસ્ત્ર વાંચે ત્યારે શાસ્ત્ર સિદ્ધાંત અને એનો વિચાર ચાલે. બધું અદ્ધર રહી જશે. સિદ્ધાંત-ફિદ્ધાંત વાંચેલા બધા અદ્ભુ૨ ૨હી જશે. જ્ઞાન તો એનું નામ કે નુકસાન થાય ત્યારે હાજર થાય, ઉપસ્થિત થાય. અદ્ધર રહી જાય એને જ્ઞાન નથી કહેતા. એ તો એને અભેરાઈ ઉ૫૨ કાંઈને કાંઈ ચડી જાય છે. ધારણા બંધ તિજોરી માફક થઈ જાય છે. ‘સોગાનીજી’એ કહ્યું ને ? કે એવી ધારણા છે એ બંધ તિજોરી જેવી છે. અંદર જે મૂળ છે એની ચાવી ખોવાઈ ગઈ. જરૂ૨ છે (પણ) ખરીદવા માટે કાઢી શકાય એવું નથી. ને જ્ઞાનીંની તિજોરી ખૂલી ગઈ છે તો પોતાની મૂડીનો ઉપયોગ કરે છે. ઓલી ધારણા તો નકામી થઈ ગઈ.
વિચારદશામાં એટલી વિચારણા ચાલવી જોઈએ કે બધેથી એક વા૨ નિ૨સ થઈ જાય, બધેથી ઉઠી જાય. પાંચેય ઇન્દ્રિયોના વિષયોના બધા રસ ફિક્કા પડી જાય એવી તો વિચા૨દશામાં વિચારણામાં એ વાત થવી જોઈએ ચાલતી વિચારણામાં. પછી જ્ઞાનદશાનો વારો છે. એટલે તો ‘ગુરુદેવ’ એમ કહેતા કે, આ કાંઈ કથા-વાર્તા નથી, આ કાંઈ કથા-વાર્તા નથી. એટલે શું ? કથા-વાર્તામાં માણસ બહુ જ હળવાશથી વાતને લઈ લે. એવી નથી. વાત ગંભી૨ છે. નહિતર ક્ષણે ક્ષણે જે કાંઈ ઇચ્છા અને પ્રવૃત્તિ ઇચ્છી એમાં જ્ઞાનને આવરણ થાય છે એ વાત ધ્યાનમાં રહેશે નહિ. નુકસાન છે એ નહિ ખબર પડે. એ જાગૃતિ આવવી જોઈએ.
મુમુક્ષુ :– કથા-વાર્તામાં પોતે થોડીવાર ધ્યાન ન દે તો પણ ચાલે. આમાં તો Continue ઉપયોગ...
પૂજ્ય ભાઈશ્રી :– હા. ઉપયોગ આપવો જ પડે. તો જ સમજાય. આમાં તો