________________
૧૨૦
પત્રાંક-૫૯૧
રાજહૃદય ભાગ-૧૨
મુંબઈ, ચૈત્ર, ૧૯૫૧
વિષયાદિ ઇચ્છિત પદાર્થ ભોગવી તેથી નિવૃત્તિ થવાની ઇચ્છા રાખવી અને તે ક્રમે પ્રવર્તવાથી આગળ પર તે વિષયમૂર્છા ઉત્પન્ન થવી ન સંભવે એમ થવું કઠણ છે, કેમકે જ્ઞાનદશા વિના વિષયનું નિર્મૂળ પણું થતું સંભવતું નથી. માત્ર ઉદય વિષયો ભોગવ્યાથી નાશ થાય, પણ જો જ્ઞાનદશા ન હોય તો ઉત્સુક પરિણામ, વિષય આરાધતાં ઉત્પન્ન થયા વિના ન રહે; અને તેથી વિષય પરાજિત થવાને બદલે વિશેષ વર્ધમાન થાય. જેને જ્ઞાનદશા છે તેવા પુરુષો વિષયાકાંક્ષાથી અથવા વિષયનો અનુભવ કરી તેથી વિક્ત થવાની ઇચ્છાથી તેમાં પ્રવર્તતા નથી, અને એમ જો પ્રવર્તવા જાય તો જ્ઞાનને પણ આવરણ આવવા યોગ્ય છે. માત્ર પ્રારબ્ધ સંબંધી ઉદય હોય એટલે છૂટી ન શકાય તેથી જ જ્ઞાનીપુરુષની ભોગપ્રવૃત્તિ છે. તે પણ પૂર્વપશ્ચાત્ પશ્ચાત્તાપવાળી અને મંદમાં મંદ પરિણામસંયુક્ત હોય છે. સામાન્ય મુમુક્ષુ જીવ વૈરાગ્યના ઉદ્દભવને અર્થે વિષય આરાધવા જતાં તો ઘણું કરી બંધાવા સંભવ છે, કેમકે જ્ઞાનીપુરુષ પણ તે પ્રસંગોને માંડ માંડ જીતી શક્યા છે, તો જેની માત્ર વિચારદશા છે, એવા પુરુષનો ભાર નથી કે તે વિષયને એવા પ્રકારે જીતી શકે.
તા. ૧૭-૧૨-૧૯૯૦, પત્રાંક – ૫૯૧, ૫૯૨ પ્રવચન નં. ૨૭૪
પત્રાંક-૫૯૧. પાનું-૪૬ ૧. પત્ર કોના ઉ૫૨ છે એ નિશ્ચિત નથી. અનેક પ્રકારની ઇચ્છા સંબંધિત માર્ગદર્શન છે.
‘વિષયાદિ ઇચ્છિત પદાર્થ ભોગવી તેથી નિવૃત્ત થવાની ઇચ્છા રાખવી અને તે ક્રમે પ્રવર્તવાથી આગળ પર તે વિષયમૂર્છા ઉત્પન્ન થવી ન સંભવે એમ થવું કઠણ છે, કેમકે જ્ઞાનદશા વિના વિષયનું નિર્મૂળપણું થતું સંભવતું નથી.’ એ સિદ્ધાંત છે. શું કહે છે ? જ્યાં સુધી આત્માને પોતાની શાંતિ અને આનંદની તૃપ્તિ નથી થતી, પોતાના સ્વભાવમાંથી