________________
૧૦૭
પત્રાંક-૫૮૮ એ વિના કોઈ રીતે આત્મા જાણી શકાય એવી પરિસ્થિતિ નથી. એ એને સમજાશે. એને નિશ્ચય આવશે. એણે એવો નિર્ણય કરવો પડશે, એક વખત એવો એને નિર્ણય થશે કે આ જ્ઞાનીપુરુષના સમાગમ વિના સ્વચ્છેદે એટલે મારી મેળે હું આત્માનું જ્ઞાન કરી લઉં, આત્મજ્ઞાન કરી લઉં એ બનવાયોગ્ય નથી.
સામાન્ય રીતે પુસ્તકો વાંચીને માણસ જ્ઞાન કરવાની અભિલાષા રાખે છે કે આ આત્મજ્ઞાનના પુસ્તકો છે, આત્મજ્ઞાનીઓના લખેલા છે. જ્ઞાનીઓ અને મહામુનિઓની રચના છે, લ્યો ને “સમયસારી છે. માટે આપણે એને વાંચતા વાંચતા આત્મજ્ઞાન કરી લેશું. કહે છે કે, જ્ઞાનીપુરુષના પ્રત્યક્ષ સમાગમની ઉપાસના વિના (એ અસંભવ છે).
આ પ્રશ્ન “વવાણિયા ચાલ્યો હતો. આ બધા શાસ્ત્રો છે, આની અંદર ઘણી વાતો છે, ગ્રંથ છે. બુદ્ધિપૂર્વક એને સમજવાનો પ્રયત્ન થાય છે, કાંઈક સમજાય છે પણ સમજાય એટલે જ્ઞાન થાય કે કેમ ? પ્રત્યક્ષ જ્ઞાનીપુરુષ વિના એ રહસ્યભૂત જ્ઞાન ઉત્પન્ન થવાની કોઈ પરિસ્થિતિ હોતી નથી.
449:- Fundamental principle 8. પૂજ્ય ભાઈશ્રી – આ પાયાનો સિદ્ધાંત છે, મૂળ સિદ્ધાંત છે.
આ એક આત્મજ્ઞાન સૌથી પ્રથમ કરવા યોગ્ય છે તોપણ તે આત્મજ્ઞાન સપુરુષના ચરણકમળની ઉપાસના વિના થઈ શકતું નથી, એ વાત પણ વસ્તુના સ્વરૂપને અનુસરીને છે. એ પણ એક વસ્તુનું સ્વરૂપ જ છે. વસ્તુના સ્વરૂપનું એ અંગ છે એમ સમજવા યોગ્ય છે.
મુમુક્ષુ -એક બાજુસપુરુષનું પલડું અને એક બાજુ બાર અંગ. પૂજ્ય ભાઈશ્રી:-બાર અંગ પડ્યા રહે. મુમુક્ષુ -આ પલડું નમી જાય છે.
પૂજ્ય ભાઈશ્રી – સત્પરુષનો સમાગમ છે એ ઉપકારી થાય એટલા બાર અંગ ઉપકારી અને પરોક્ષજ્ઞાન જિનદેવની વાણી પણ થાય નહિ. એ તો એમણે આત્મસિદ્ધિમાં સ્પષ્ટ કર્યું, કે પ્રત્યક્ષ સદ્ગુરુ સમ નહિ પરોક્ષ જિન ઉપકાર.” એ વખતના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ જોઈને એમણે એ વાત ગુપ્ત રાખી, એ વાત ગુપ્ત રાખી. આ બધાને વંચાવાનું નથી, તમે જવાંચજો, નકલ પણ કરતા નહિ. કેમ? કે સાધુઓ તો તૂટી જ પડે. કે જુઓ ! આમનો સ્વચ્છેદ પોતે તો સાધુપણું લીધું નથી અને ભગવાનને ઉડાડે છે.
મુમુક્ષુ:-ઊંધું લે.