________________
પત્રાંક-૫૮૮
આપ્યો છે, મોક્ષનો માર્ગ કહ્યો છે. એ ઉપકારથી નમસ્કાર કર્યાં.
શ્રી જિન વીતરાગે દ્રવ્ય-ભાવ સંયોગથી ફરી ફરી છૂટવાની ભલામણ કહી છે, અને તે સંયોગનો વિશ્વાસ પરમજ્ઞાનીને પણ કર્તવ્ય નથી, એવો અખંડમાર્ગ કહ્યો છે, તે શ્રી જિન વીતરાગના ચરણકમળ પ્રત્યે અત્યંત ભક્તિથી નમસ્કાર.’ જેને જન્મ-મ૨ણથી છૂટવું છે, સર્વ પ્રકારના દુઃખથી અને ઉપાધિથી જેને છૂટવું છે એના માટે વીતરાગ જિનેન્દ્રદેવે દ્રવ્યસંયોગ અને ભાવસંયોગથી ફરી ફરીને છૂટવાની ભલામણ કરી છે. દ્રવ્યસંયોગ છે, નોકર્મરૂપ પ્રારબ્ધ પ્રમાણે જે કાંઈ સંયોગો છે તે અને કર્મનો ઉદય. દ્રવ્યકર્મનો ઉદય. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, આયુષ્ય વગેરે. ભાવસંયોગ છે જીવના ઉદયભાવ (અર્થાત્) કર્મ અને નોકર્મ પ્રત્યેના પરિણામ. એ બંને પ્રકારથી છૂટું થવું, બંને પ્રકારનો સંબંધ છોડી દેવો, આત્માએ તે બંને પ્રકારનો સંયોગ છોડી દેવો એવી ભલામણ વીતરાગદેવે કરી છે. આ વીતરાગદેવની ભલામણ કહો કે વીતરાગદેવની આજ્ઞા કહો. હળવો શબ્દ વાપર્યો છે-ભલામણ, પણ સ્પષ્ટ વાત છે કે એ વીતરાગદેવની આજ્ઞા છે.
તે સંયોગનો વિશ્વાસ પરમજ્ઞાનીને પણ કર્તવ્ય નથી...' જ્ઞાનીને પણ કર્તવ્ય નથી, પરમજ્ઞાનીને પણ કર્તવ્ય નથી. એમ કેમ કહ્યું ? કે પ્રથમ મોક્ષમાર્ગ ભેદજ્ઞાન થઈને, ભાવે ભિન્ન થઈને, ચતુર્થ ગુણસ્થાનમાં ઉત્પન્ન થાય છે ત્યારે પૂર્વે સંચિત કરેલા દ્રવ્યકર્મ અને ભાવકર્મના ઉદય ચાલુ રહે છે. મિથ્યાત્વ સિવાયના, દર્શનમોહ સિવાયના ઉદયમાં છે. એમાં સમકિતમોહનીયનો ઉદય ક્ષયોપશમ છે. ઉપશમ-ક્ષાયિકમાં નથી. અને ભિન્ન પડેલા છે એટલે એમને બીજા સંસારી જેટલું નુકસાન નથી. એ સંયોગની અંદર એવા ઉદયભાવ થતા નથી કે જેને લઈને ૪૧ પ્રકૃતિનો બંધ પડે. એટલે ૪૧ પ્રકૃતિ જે ઘણી ખરાબ છે, જે બહુ હીણા કર્મ છે એવો બંધ સમ્યગ્દષ્ટિને થતો નથી. એટલે એનો અર્થ એવો છે કે એવો બંધ થાય એવા પરિણામ પણ સમ્યગ્દષ્ટિને થતા નથી. એ પ્રકાર છે. એ પરિણામનો અભાવ થયો છે કે જેનાથી નરકગતિ, તિર્યંચગતિ, નકઆયુ, તિર્યંચઆયુ એ પ્રકારના નામકર્મના પેટા ભેદો, સ્ત્રીપર્યાય એ વગેરે કાંઈ (બંધાતા નથી). નારકીમાં તો એક જ પર્યાય છે પણ ત્રણ ગતિમાં સ્ત્રીવેદ છે. તિર્યંચીણી, મનુષ્યણી અને દેવમાં દેવીઓ. એ કોઈ પ્રકાર એને ઉત્પન્ન થાય નહિ.
આમ તો મનુષ્ય અને દેવ બે જ ગતિ એને છે. ત્રીજી ગતિ તો એને થતી નથી. પણ બાકીના કર્મના સંયોગો રહે છે અને જ્ઞાની એનાથી ભિન્ન ભાવે વર્તે છે, તોપણ જ્ઞાની એમ કહે છે અથવા જિનેન્દ્રદેવ એમ કહે છે, એ સંયોગનો વિશ્વાસ જ્ઞાનીને પણ કર્તવ્ય
૧૦૩