________________
પત્રાંક-૫૮૬ વાત લખવાની ટેવ નીકળી ગઈ છે, વાત કરવાની ટેવ નીકળી ગઈ છે, વાત કહેવાની પણ ટેવ નીકળી ગઈ છે. કેટલા શબ્દો વાપર્યા છે!
માત્ર જે વ્યાપારાદિ વ્યવહારમાં તીવ્ર પ્રારબ્ધોદયે પ્રવૃત્તિ છે. પરિસ્થિતિ શું છે? કે ત્યાં એવી રીતે માથે આવે છે કે તીવ્ર ઉદય વર્તે છે. ત્યાં કાંઈક પ્રવૃત્તિ થાય છે.” ત્યાં પણ કાંઈક પ્રવૃત્તિ થાય છે એમ કહે છે. જોકે તેનું પણ યથાર્થપણું જણાતું નથી. એ પ્રવૃત્તિમાં કોઈ સાર છે, પ્રવૃત્તિ કરીએ છીએ તે યોગ્ય છે, તે પ્રવૃત્તિથી લાભ છે, યથાર્થ કરીએ છીએ એવું અમને જણાતું નથી. એ પણ નકામું છે. છૂટાતું નથી, છટકાતું નથી. છટકવું છે પણ છૂટતું નથી એ પરિસ્થિતિમાં ફસાયેલા છે. એવી અંદરથી છૂટવાની તીવ્ર ભાવના થઈ છે. ત્યારપછી એમણે જે આ અઢી લીટી લખી છે એ બહુ સુંદર લખી છે. ભગવાનનો આધાર લીધો છે.
શ્રી જિન વીતરાગે દ્રવ્ય-ભાવ સંયોગથી ફરી ફરી છૂટવાની ભલામણ કહી છે; અને તે સંયોગનો વિશ્વાસ પરમજ્ઞાનીને પણ કર્તવ્ય નથી કે મને વાંધો નહિ. એવો નિશળ માર્ગ કહ્યો છે, તે શ્રી જિન વીતરાગના ચરણકમળને વિષે અત્યંત નમ્ર પરિણામથી નમસ્કાર છે. આ લીટી એમણે ૫૮૮માં ફરીને એ શબ્દ છે એનું મથાળું બાંધ્યું છે. એ શબ્દ એમણે ફરીને લલ્લુજી'ના પત્રમાં નાખ્યા છે. એ વાતમાં એમને ઘણો રસ આવ્યો છે. શ્રી જિન વીતરાગે આ ભલામણ કહી છે, પરમજ્ઞાનીને પણ કોઈ સંયોગનો વિશ્વાસ કર્તવ્ય નથી. તો પછી આવો નિશ્ચળ માર્ગ છે એ કહેનારને હું નમસ્કાર કરું છું, એમને વંદન કરું છું. વિશેષ પોતાને ભાવનો આવિર્ભાવ થાય છે. એટલે એ જવાત એમણે નીચે મથાળામાં લીધી. ઘૂંટાણી છે. ચૈત્ર વદ ૧૨ છે ને ? ચૈત્ર વદ ૧૨ના જ પત્રો ચાલે છે. એક જ દિવસે લખેલા છે). ૫૮૬મો પત્ર પણ ચૈત્ર વદ ૧૨નો છે, ૫૮૭મો પત્ર પણ ચૈત્ર વદ ૧૨ છે, ૫૮૮મો પત્ર પણ ચૈત્ર વદ ૧૨ છે. ત્રણ પત્રો એકદિવસે લખ્યા છે. “સોભાગભાઈને લખ્યા છે, તે જ દિવસે “લલ્લુજીને લખ્યો છે. લલ્લુજીને સોભાગભાઈના પત્રમાં જે અઢી લીટી લખી એ પોતાને એવી રુચિ છે કે એનું મથાળું બનાવ્યું છે. “લલ્લુજી'ના પત્રમાં પેલી જે Matter છે એનું અહીં મથાળું કરી નાખ્યું છે. બહુ સારા નમસ્કાર છે. એમના જે નમસ્કાર વચનો છે એ કેટલાક તો બહુપ્રસિદ્ધ થઈ ગયા છે. ચાકળારૂપે અનેક જગ્યાએ મૂકે છે, બહપ્રસિદ્ધપણું પામ્યા
ફરીને, શ્રી જિન વીતરાગે દ્રવ્ય-ભાવ સંયોગથી ફરી ફરી છૂટવાની ભલામણ કહી છે, ભાઈ ! તું ભાવે છૂટ અને હવે દ્રવ્ય નહિ છૂટ તો વાંધો નહિ એવું નથી કહ્યું.