________________
પત્રાંક-૫૮૬ કાળથી છૂટ્યો નથી એને છોડાવવાની આ તો Technique છે. એમ ને એમ જો સાવ જાડું હોત તો તો ઘણાએ પકડી લીધો હોત અને પામી ગયા હોત. પણ પોતે અનંત કાળથી નથી પામ્યો તો વાત તો કોઈ ગૂઢ છે અને રહસ્યભૂત છે, ગંભીર છે એ તો સમજવું ઘટે છે.
મુમુક્ષુ – પોતાના છોકરા પરિવારના સભ્યોને, સગા-સંબંધીઓને બધાને વાત કરવાનો સંકોચ થઈ જાય.
પૂજ્ય ભાઈશ્રી-લોટમાં ઘી નાખો તો કામનું કે રેતીમાં નાખો તો કામનું? ધૂળ આમને આમ પડી હોય ને ઘી ઢોળે તો શું કરે ? એક કિમતી ચીજ વાપરવાની છે તો એના સ્થાને તો હોવી જોઈએ કે નહિ? ધૂળની અંદર ઢોળી નાખે. ઘી પણ ગયું અને એ ધૂડેય ગઈ. શું કરશે એને ? એના જેવું થાય. એની કોઈ કિંમત છે કે નહિ? એટલે તો ગમે ત્યારે એવી વાત..
એ પોતે લખે છે, કે તત્ત્વની જે એકદમ ઊંચી વાત છે, અધ્યાત્મ તત્ત્વની ઊંચી વાત છે એ જ્યાં ત્યાં કરવી નહિ, જેમ તેમ કરવી નહિ. વાંચન કરતા ચિંતન વધારે રાખવું. અને એની કિંમત ઓછી થઈ જાય એવી રીતે કરવી નહિ. વાત વાતમાં મશ્કરીમશ્કરીમાં અધ્યાત્મના, શાસ્ત્રના ન્યાયો બોલી નાખે, કહી નાખે. કેમકે ભણતર એ જાતનું હોય તો એ વિષયની ગંભીરતા છૂટી જાય છે. એ વિષય સંબંધી કાંઈ આત્માને બોધ મળવો એ પરિસ્થિતિ બિલકુલ રહે નહિ. ઊલટાનું નુકસાન થાય.
જેથી તથા તેવાં બીજાં કારણોથી.” એ કારણથી અને એવા અનુરૂપ બીજા કારણોથી પરમાર્થ સંબંધી લખવાનું તથા કહેવાનું ઘણું ઓછું થઈ ગયું છે. એ પ્રવૃત્તિ જ કુદરતી ઓછી થઈ ગઈ છે. આ સ્થળે સહજ પ્રશ્ન થશે,... આ જે ચર્ચા કરી એમાં પ્રશ્ન થવા યોગ્ય છે. આ વાતમાં પ્રશ્ન થશે કે ચિત્ત અસ્થિરવત્ થઈ જવાનો હેતુ શો છે ?' શા માટે ઉપયોગ અસ્થિર થવો જોઈએ ? કારણ શું છે? જુઓ ! પોતાના પરિણામની નિઃસંકોચપણે ચર્ચા કરે છે. “સોભાગભાઈ છે ને? એની સાથે તો મન ખોલે છે. પરમાર્થમાં જે ચિત્ત વિશેષ એકાગ્રવત્ રહેતું તે ચિત્ત પરમાર્થમાં અસ્થિરવતુ થવાનું કારણ કંઈ પણ જોઈએ.” કાંઈક કારણ હોય તો ચિત્ત અસ્થિર થાય. નહિતર એ તો બહુ મહાન વિષય છે. એમાં તો ચિત્ત એકાગ્ર થવું જોઈએ અને થાય. આમાં કેમ અસ્થિરતા આવે છે ? એનું કારણ પણ કાંઈક હોવું તો જોઈએ જ. ન્યાયની વાત છે. કારણ વગર કાર્યની નિષ્પત્તિ નથી.
જો પરમાર્થ સંશયનો હેતુ લાગ્યો હોય, તો તેમ બને.... જો પરમાર્થ સંશયનો