________________
८८
રાજહૃદય ભાગ-૧૨
પૂજ્ય ભાઈશ્રી :– છે જ. ઉપયોગ યથાતથ્ય નથી. મુમુક્ષુ :– યથાતથ્યમાં તો નિર્વિકલ્પ ઉપયોગ થઈ જાય.
પૂજ્ય ભાઈશ્રી :– નહિ. એ નહિ. લખવા માટેનો જે વિષય હોય, એ વિષયની અંદર બરાબર એ ભાવનો આવિર્ભાવ થાય, રસ આવે અને એ વાત લખાવી જોઈએ. કહેતી વખતે કેવી રીતે નિર્વિકલ્પ થવાય ? લખતી વખતે કેવી રીતે નિર્વિકલ્પ થવાય ? એ તો પ્રશ્ન જ નથી. નિર્વિકલ્પ થવાનો પ્રશ્ન જ નથી ત્યાં તો. કેમકે એ બંને તો સવિકલ્પ દશાની જ પ્રવૃત્તિ છે. પણ છતાં યથાતથ્ય ઉપયોગ જોઈએ એટલે શું ? જે વિષયની વાત કરે છે એ વિષય સંબંધિત કોઈ વીર્યનું ઉત્થાન જોઈએ, એ બાજુનો પ્રયાસ જોઈએ, પ્રયત્ન જોઈએ, આવિર્ભાવ થવાનો કોઈ રસવાળો પ્રકાર જોઈએ ત્યારે એને યથાતથ્ય કહેવામાં આવે છે. નહિતર યથાતથ્ય નથી.
આગળ એક જગ્યાએ આવશે, કે આત્મજ્ઞાન થયા પહેલા કોઈને શાસ્ત્રવાંચન કરવાનો ઉદય હોય, પ્રસંગ હોય. કેમકે એ ઉદયભાવ છે અને ઉદય પણ એવો હોય છે કે પાંચ, પંદર જે કોઈ સાથે સત્સંગ કરનારા હોય તો કહે, તમે કાંઈક કહો, તમે કાંઈક સમજાવો, તમે વાંચો. આપણે વિચારીએ. તમે વાંચો અને આપણે વિચારીએ. વાંચો તમે. તો અપરિણામે રહીને એણે એ પ્રકારમાં ન આવવું. એવો શબ્દ વાપર્યો છે. કેમકે એ થોડો ઉપદેશક જેવો દેખાવ થઈ જાય છે. એક જણો બોલે, બીજા સાંભળે એટલે એક ઉપદેશક જેવો એક બહારનો ... થઈ જાય છે. ખરેખર ઉપદેશકનો પ્રકાર આત્મજ્ઞાન પહેલાનો તો સ્વપ્ને વિચારવા જેવો નથી. પણ છતાં બહારમાં તો એમ જ લાગે કે આનો ઉપદેશ બધા સાંભળે છે. ઝાઝું તો એ જ બોલે છે. ભલે બીજા બોલતા હોય પણ ઝાઝું તો એ બોલે છે. વાંચી સંભળાવે તો એ વાંચી સંભળાવે છે.
કહે છે, અપરિણામી રહીને એવી પ્રવૃત્તિ ન કરવી. શું કહ્યું ? બહુ લાઈનદોરી આપી છે. માર્ગદર્શન ઘણું આપ્યું છે. અપરિણામી રહીને એટલે શું ? કે જે વિષય ચાલતો હોય એ વિષય ઉપર જીવના પરિણામની અંદર કાંઈક પણ એ વિષયનો રસ આવવો જોઈએ. એ વિષયમાં જે ભાવો હોય એ ભાવો ૨સથી આવિર્ભાવ થવા જોઈએ અને કાંઈક એ વિષયક પ્રયાસ અને પ્રયત્ન ચાલવો જોઈએ.
મુમુક્ષુ ઃ–વિકલ્પ
=
પૂજ્ય ભાઈશ્રી :– સવિકલ્પ દશામાં. તો તે પ્રવૃત્તિ યથાર્થ છે. સ્વપર હિતકારી છે. જો પાતાને ૨સ બીજો હોય અને વાત બીજા રસની અંદર ચાલતી હોય (તો) પોતાને નુકસાન કરશે અને બીજાને પણ નુકસાન કરશે.