SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૬ ચજહૃદય ભાગ-૫ મેળવ્યો એટલે બાકીના બધા વિભાવો ઉપર આપોઆપ એનો વિજય સાબિત થઈ ગયો, નિશ્ચિત થઈ ગયો. એટલે ત્યાં જિન કહ્યા છે. પ્રશ્ન :- જિનવરનો અર્થ, ભાવાર્થ શું ? સમાધાન – જિનવર એટલે જિનમાં શ્રેષ્ઠ તે જિનવર. અરિહંત પરમાત્મા જિનવર છે. પોતાનો આત્મા પણ જિનવર છે. પણ જિન થઈને આરાધ. રાગનું આરાધન એનો નિષેધ છે એમાં. રાગથી આરાધના થતી નથી. રાગ આરાધના કરી શકતો નથી. જિનવર પ્રત્યેની ભક્તિનો રાગ તે જિનવરનું આરાધન નથી પણ અંદરમાં જિન પ્રાપ્ત કર્યું-જિનપણું પ્રાપ્ત કર્યું એ આરાધન સાચું છે. એને ભગવાન કુંદકુંદાચાર્યું ૩૩૧-૩૨ ગાથામાં નિશ્ચયભક્તિ કહી તે સહી જિનવર હોવે રે.” તે જ ખરેખર જિનવર થશે. પછી એક દષ્યત ટપકાવ્યો છે કે ભંગી ઇલિકાને ચટકાવે ભૃગ એટલે ભમરી. ભમરી છે એ ઇયળને ચટકા ભરે છે. જેમ ઈંડાને સેવતા ઈંડામાંથી પક્ષીનો જન્મ થાય છે. આ પક્ષીના ઈંડા હોય છે. એમ એ એક જાતનું સેવન છે. એને ભમરી ચટકા ભરે છે. શરીર તો પાંખ બાદ કરો તો ભમરીનું શરીર પણ ઈયળના આકારે જ હોય છે. એને પાંખો ફૂટવા માંડે છે. જો કે શાસ્ત્રજ્ઞાનની દૃષ્ટિએ તો આખી પર્યાય બદલાય જાય છે. ઇયળ બે ઇન્દ્રિય છે અને ભમરી ત્રણ ઇન્દ્રિય છે. કદાચ પર્યાય બદલતી હોય પણ દ્રશ્યમાન એ પ્રકાર છે કે ભમરી છે એ ઇયળને ચટકા ભરે છે અને એમાંથી ઇયળ ભમરી રૂપે થાય છે. અહીંયાં તો એને અલૌકિક અર્થમાં ઉતારે છે કે જે આત્મા જિનવર થાય છે. એ પોતાના જિન સ્વરૂપને જિનભાવનાથી જિનભાવે અંતર્મુખ થઈને સ્પર્શે છે, વારંવાર અંતર્મુખ થઈને સ્પર્શે છે. અંતર્મુખ થઈને સ્પર્શતા પોતે જિનવર થઈ જાય છે. છપ્રસ્થમાંથી તે જ જીવ, જેમ પેલો જીવ બે ઇન્દ્રિયમાંથી ત્રણ ઇન્દ્રિય પર્યાયને પ્રાપ્ત કરે છે, એમ આ છદ્મસ્થ પર્યાયે રહેલો જીવ સિદ્ધદશાને, કેવળજ્ઞાનદશાને પ્રાપ્ત કરે છે, છદ્મસ્થપણાનો ત્યાગ કરીને, છોડીને. - જગ એટલે આખું જગત જોવે છે કે ઇયળમાંથી ભમરી થાય છે. એવું એક પરસ્પરમાં ગુરુ અને શિષ્યનું દાંત છે કે ગુરુ છે એ શિષ્યને અટકાવે છે અને એને પોતાના સમાન કરે છે. એવો ઉપદેશ આપે છે કે જો તું મારા જેવો છો. પોતાના
SR No.007180
Book TitleRaj Hriday Part 05
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2011
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy