SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ રાજહૃદય ભાગ-૫ અમૃત. સુધા એટલે અમૃત. મુખરસને વિષે અમૃતનો સ્વાદ આવે છે એવી એક વાત આગળના પત્રમાં આવશે, એક જગ્યાએ. એ સ્વરૂપ નિશ્ચયની ભૂમિકા એમને લેવી છે. નિર્ણયના કાળમાં આત્મસન્મુખ થાય છે અને જે પરિસ્થિતિ ઊભી થાય છે ત્યાં એમણે આ “સુધાશબ્દનો પ્રયોગ કર્યો છે. એ ભૂમિકાને વિષે અમને સંદેહ નથી. કેમકે એ પોતે તો સ્વરૂપ સન્મુખ થઈને અનુભવ થઈને આગળ નીકળી ગયેલા છે. પણ નિશ્ચયના વિષયમાં કાંઈક ચર્ચા બે વચ્ચે થયેલી છે. સુધાનો સ્વાદ આવે છે, અમૃતનો સ્વાદ આવે છે એવી વાત થયેલી. એટલે એનો કાંઈ અહીંયાં સંક્ષેપ નિર્દેશ કર્યો છે કે અમને સંદેહ નથી. તમે તેનું સ્વરૂપ સમજો. હજી તમારી સમજમાં એ વાત નથી. અને સમજો ત્યારે જ એનું ફળ છે. જ્યાં સુધી વિષય નહિ સમજો, સ્વરૂપ નિશ્ચય શું છે એ નહિ સમજવામાં આવે ત્યાં સુધી એનું ફળ જે સ્વાનુભવ છે એ તો ક્યાંથી આવવાનું છે ? એટલી વાત અહીંયાં સંક્ષેપમાં નાખી છે. પ્રણામ પહોંચે. ત્યારપછીનો પત્ર પણ “સોભાગભાઈ ઉપરનો છે. પત્રાંક-૩૦૯ મુંબઈ, માગશર વદ )), ગુરુ, ૧૯૪૮ અનુક્રમે સંયમ સ્પર્શતો જ, પામ્યો ક્ષાયકભાવ રે; સંયમ શ્રેણી ફૂલડે છે, પૂરું પદ નિષ્પાવ રે.' (આત્માની અભેદચિંતનારૂપ) સંયમના એક પછી એક ક્રમને અનુભવીને ક્ષાયકભાવ (જડ પરિણતિનો ત્યાગ)ને પામેલો એવો જે સિદ્ધાર્થનો પુત્ર તેના નિર્મળ ચરણકમળને સંયમશ્રેણિરૂપ ફૂલથી પૂજે છું. ઉપરનાં વચનો અતિશય ગંભીર છે. લિ. યથાર્થ બોધ સ્વરૂપના યથાર્થ છે
SR No.007180
Book TitleRaj Hriday Part 05
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2011
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy