________________
પત્રાંક૩૭૩
૫૦૫
પ્રશ્ન :- સત્પુરુષનો વિરોધ કરે એમાં સીત્તેર ક્રોડાક્રોડીની સ્થિતિ પડે ?
સમાધાન :– બની શકે. સત્નો સીધો વિરોધ કરવાં જતાં વધુમાં વધુ મિથ્યાત્વનો અનુબંધ થઈ શકે છે. એટલે તો કહ્યું ને કે બીજા બધા પાપ તો ઠીક છે, આ પાપ ક૨વા જેવું નથી. દેવ-ગુરુ-શાસ્ત્ર અને સત્પુરુષની વિરાધના થાય એવું સીધું, આડકતરે, કરવું, કરાવવું, અનુમોદવું ક્યાંય પણ દસ ગાવ દૂર રહેવું પણ એ ચક્કરમાં ક્યાંય આવવું નહિ. એ એટલા માટે લેવામાં આવે છે કે એ મિથ્યાત્વની પ્રકૃતિને વધારે મજબૂત કરી નાખે છે.
ધ્યાન, જપ, તપ,..' કોઈપણ ધાર્મિક ‘ક્રિયા માત્ર એ સર્વ થકી...' એવી કોઈપણ વાત જે છે અમે જણાવેલું કોઈ વાક્ય...' એમ એ વિષયમાં. જ્ઞાન સંબંધમાં, ધ્યાન સંબંધમાં, જપ સંબંધમાં, તપ સંબંધમાં, કોઈ ક્રિયા સંબંધમાં અમે જણાવેલું કોઈ વાક્ક્સ જો પરમ ફળનું કારણ ધારતા હો તો...' એ સંબંધમાં અમે જે ખુલાસો કરીએ છીએ, અમે જે કાંઈ તમને કહેવા માગીએ છીએ એ અમારું વચન પરમ ફળનું કારણ ધારતા હો તો તમને એવો નિશ્ચય હોય તો. ધારતા હો તો એમ નહિ; નિશ્ચયપણે ધારતા હો તો.' એટલે દૃઢપણે તમે એવું ધારતા હોય તો પાછળથી બુદ્ધિ લોકસંજ્ઞા, શાસ્ત્રસંશા પર ન જતી હોય તો....' નિશ્ચયપણે એનો અર્થ શું ? કે વિચારતા... વિચારતા... વિચારતા વળી પાછું તમે ગોથું ખાય જાવ. આ તો સત્પુરુષના વચનમાં કેટલી. દૃઢ શ્રદ્ધા હોય એ સંબંધીના વચનો છે. હવે ધ્યાન દેવા જેવી વાત છે.
તમે પરમ ફળનું કારૢ ધારતા હો તો, નિશ્ચયપણે ધારતા હો તો, પાછળથી બુદ્ધિ લોકસંજ્ઞા, શાસ્ત્રસંશા પર ન જતી હોય તો...' પોતે જ્ઞાની આમ કહે છે પણ એમ કરવા જતાં લોકોમાં આમ થાશે એનું શું ? એવી તમારી બુદ્ધિ ન જતી હોય તો. અથવા જ્ઞાનીએ કહ્યું છે પણ શાસ્ત્રમાં એનો આધાર મળે છે કે નહિ ? એમ શાસ્ત્રસંશા ઉપર તમે પાછળથી ન જતા હો તો. સામે ને સામે સાંભળતી વખતે તો કદાચ તમને વિકલ્પ નહિ આવે પણ પાછળથી તમારા પરિણામની નિશ્ચળતા નહિ હોય, અંદર પોલ હશે અથવા એવા સુદૃઢ પરિણામ નહિ હોય, નબળા પરિણામ હશે તો કાં તમારો વિચાર લોકસંજ્ઞા ઉપર લોકો ઉ૫૨ જશે કે જ્ઞાની કહે છે પણ એમ કરવા જતાં લોકોમાં આમ થાય તો ? લોકોને આમ થાય તો ? લોકોનું આમ થાય તો ? સમાજમાં આમ થાશે તો ? કાં કહે છે એ પ્રમાણે શાસ્ત્રમાં છે કે નહિ ?