SearchBrowseAboutContactDonate
Page Preview
Page 514
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રાંક-૩૭૩ ૪૫ મુમુક્ષુ :- આકુળતા અનુભવાતી નથી. પૂજ્ય ભાઈશ્રી :- પોતાને અનુભવમાં ન આવે તો કોને અનુભવમાં આવે ? મુમુક્ષુ - ખ્યાલમાં નથી આવતું. પૂજ્ય ભાઈશ્રી :- એટલે શું છે કે એ ઉપરનું અવલોકન નથી. ત્યાં જુએ તો ખ્યાલ આવે છે. આમ જોઉં તો અહીંયાં બેઠા છે એ ભાઈઓનો ખ્યાલ આવે. પણ આમ જોઉં તો અહીંયાં બેઠા છે એનો ખ્યાલ આવે. આમ જોઉં ત્યારે આનો ખ્યાલ ક્યાંથી આવે ? અને અહીંયાં જોઉં તો આનો ખ્યાલ ક્યાંથી આવે ? એમ પદાર્થ નજીક હોય, દ્રવ્ય અને ભાવે પદાર્થ નજીક હોય પણ પોતે જુએ તો એને ખ્યાલમાં આવે ને ! એટલા માટે તો અવલોકનની પદ્ધતિ અપનાવવાનો વિષય ચાલે છે. પોતાને પોતાના અનુભવમાં આવતા જે ભાવો તેનું જાગૃતિ રાખીને દોષને છેદવાનો, નાશ કરવાના પ્રોજનનો દૃષ્ટિકોણ અપનાવીને, સાથે રાખીને અવલોકન કરવું જોઈએ. માત્ર અવલોકન કરવું જોઈએ એમ નહિ. એ દોષથી બચવા માટે પોતાનું અવલોકન હોવું જોઈએ અને તો જણાય છે અને ન જણાય એવી પરિસ્થિતિમાં તો અત્યાર સુધી સમય કાઢ્યો છે. અનંત કાળ કાઢ્યો છે એ તો પોતે નહિ જાણીને જે કર્યો છે. હવે પોતાનું હિત સાધવું હોય તો જાણવું જરૂરી છે અને એ વગર કોઈ બીજો રસ્તો નથી. એથી કોઈ બીજો રસ્તો છે એવું નથી કે ચાલો રોજ શાસ્ત્ર વાંચીએ છીએ એટલે આત્માનું કલ્યાણ થઈ જશે, સપુરુષના વચનને આપણે રોજ વોચીએ છીએ ને આચાર્યોના વચનોને વાંચીએ છીએને માટે આપણું કલ્યાણ થઈ જશે–એવું કાંઈ નથી. એ તો કામ તો અંદરમાં જ કરવું પડે છે. એ તો બધી બાહ્ય ક્રિયા છે. વિચાર છે, સ્વાધ્યાય છે એ તો બધી બાહ્યક્રિયા છે. મુમુક્ષુ :- ખળભળાટ થઈ જાય એટલે શું કહેવું છે ? પૂજ્ય ભાઈશ્રી :- ખળભળાટ થઈ જાય છે એટલે આખા આત્મામાં આકુળતા વ્યાપી જાય છે. જીવને ઘણી આકુળતા થાય છે, એ આકુળતાની ડિગ્રી ઘણી મોટી છે. જ્ઞાની એને એમ કહે છે અનંત આકુળતા મિથ્યાત્વ અવસ્થામાં જીવ પ્રાપ્ત કરે છે, પામે છે. પોતે ટેવાઈ ગયેલો છે એટલે એને એટલું બધું દુઃખ છે એમ નથી. સમજાતું પણ જીવ ઘણો દુઃખી છે. આકુળતાને લઈને જીવ ઘણો દુઃખી છે. પ્રશ્ન :- દ્રવ્યમના ભાવમન સાથે જોડાયેલું છે ?
SR No.007180
Book TitleRaj Hriday Part 05
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2011
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy