________________
પત્રાંક-૩૦૩
મન વશ વર્તે છે. ભલે ત્યાં ઉપયોગ ગયો, એને મન વશ છે, વાંધો નથી.
એ મન વશ થવાનો ઉત્તર ઉપર લખ્યો છે, તે સર્વથી મુખ્ય એવો લખ્યો છે.' આ ભેદજ્ઞાનનો પ્રયોગ છે ને ! એટલે એ મન વશ થવાનો જે ઉત્તર છે તે ઉપર લખ્યો છે તે સર્વથી મુખ્ય એવો લખ્યો છે. એટલે કે જેને એ વાત સમજાય છે તેને મન વશ વર્તે છે. એવી જે સમજણ છે એને હજી જ્ઞાન કહે છે, એ સમજણને યથાર્થ સમજણ કહે છે. જે મુખ્ય એવો ઉત્તર લખ્યો છે.
જે વાક્ય લખવામાં આવ્યાં છે તે ઘણા પ્રકારે વિચારવાને યોગ્ય છે.’ એટલે કે અનેક પડખેથી એનો વિચાર કરવા યોગ્ય છે. એની વિચારણામાં જવું જોઈએ, એની સુવિચારણામાં જવું જોઈએ, એની ગહનતામાં જવું જોઈએ, એના અનેક પડખામાં જવું જોઈએ અને સારી રીતે એ વાતને સમજવી જોઈએ કે આ જીવ કેવી રીતે મનને લઈને આ બધું છે, એ જે ઉપાધિ ઊભી કરે છે એમાં કેટલી ભૂલ કરે છે ? કેવી રીતે ભૂલ કરે છે ? એ એણે બહુ વિચારણાથી, ઊંડી વિચારણાથી એ વાતને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. એમ ઘણા પ્રકારે તે વિચારવાને યોગ્ય છે.
૪૯૩
3
પછી સત્પુરુષની વાત લીધી છે કે સત્પુરુષ કેવી રીતે ગૃહસ્થાશ્રમમાં હોય તો પણ એને શું કારણ છે ત્યાં જીવનના એના મુખ્ય બે પાસા છે. બહુ સારી વાત લીધી છે. વિશેષ લઈશું.