________________
પત્રાંક-૩૭૩
૪૯૧ . પૂજ્ય ભાઈશ્રી - નહિ. જ્ઞાન જ્ઞાનપણે અનુભવગોચર રહે. જ્ઞાન જ્ઞાનપણે અનુભવગોચર રહે અને એ જ્ઞાનમાં શેય જળકતા શેયની કોઈ ઉપાધિ જ્ઞાનમાં ન આવે. હવે એ ઉપાધિને કોણ સમજે ? કે જે માત્ર જ્ઞાનના સ્વાદને જ્ઞાનપણે સ્વાદતો હોય તે જ ઉપાધિના સ્વાદને ઉપાધિપણે જુદો તારવી શકે. આ ભેદજ્ઞાનનો વિષય છે. એટલે એ ઘણા કાળના બોધ સમજાય એવો વિષય છે એમ લીધું છે. -
માણસ ક્રોધ કરે ત્યારે તો સમજે કે આ માણસ ક્રોધાવેશમાં છે. પણ હવે એક પદાર્થને જાણે એમાં એણે શું ઉપાધિ કરી ? આ એક આટલો લાકડાનો કટકો છે. લાકડાનો કટકો જાણ્યો એમાં ઉપાધિ શું કરી ?
મુમુક્ષુ :- ...
પૂજ્ય ભાઈશ્રી :- ઈષ્ટ-અનિષ્ટપણે એવી રીતે જલદી થતું નથી. જેમાં તો પ્રયોજન હોય એમાં ઇષ્ટ-અનિષ્ટપણું થાય છે. આ લીમડા સાથે શું ઈષ્ટ-અનિષ્ટપણું થાય ? આ લાકડાના કટકામાં શું ઈષ્ટ અનિષ્ટપણું થાય ? કેમકે એની સાથે કોઈ પ્રયજન નથી. રાગ-દ્વેષ તો જીવ ક્યાં કરે છે ? કે પોતાને એ પદાર્થ સાથે સુખ-દુઃખનું કાંઈક પ્રયોજન હોય તો તો ઇષ્ટ-અનિષ્ટપણું કરે. પણ જે પદાર્થો એવા પણ જ્ઞાનમાં આવે છે કે જેની સાથે એને સુખ-દુઃખનો સંબંધ નથી.. - તખેશ્વરની ટેકરી ઉપરથી ભાવનગરના હજારો મકાન દેખાય. એને શું ઈષ્ટઅનિષ્ટપણાનો સવાલ છે ? એક સેકન્ડમાં સેંકડો મકાનો જોવાઈ જાય. એક દષ્ટિપાત કરે ત્યાં. એમાં ઇષ્ટ-અનિષ્ટપણું ક્યાં કરે છે? પણ છતાં સઉપાધિક પરિણામે પરિણમે છે. જ્ઞાન શેયની ઉપાધિ ગ્રહણ કરે છે. આને જાણું છું એમ અવલંબી જાય છે. ત્યાં એને જ્ઞાનમાં ઉપાધિ આવે છે. વિષય થોડો સૂક્ષ્મ છે. જ્ઞાનમાં માત્ર જાણવું અને ઉપાધિ સહિત જાણવું એ વિષય જરા સૂક્ષ્મ છે.
મુમુક્ષુ :- પોતાનો આશ્રય શેય થઈ ગયોને ત્યાં.
પૂજ્ય ભાઈશ્રી – પોતે જ્ઞાનવેદનથી માત્ર જ્ઞાતાપણે રહેતો નથી. જ્ઞાનને ગ્રહણ કરીને માત્ર જ્ઞાતાપણે રહેતો નથી, માત્ર જ્ઞાનપણે પોતે રહેતો નથી. એટલે પોતાને ચૂકે છે એટલે સ્વઆશ્રય ન થાય તો પરઆશ્રય થાય જ. આશ્રયના બે સ્થાન છે. 'અનાદિથી પરાશ્રય છે કાં સ્વઆશ્રય થાય તો છૂટે. નહિતર પરાશ્રય તો પરાશ્રય રહેવાનો. પછી જાણે કે રાગદ્વેષ કરે બન્નેમાં પરાશ્રય છે. એક છે, જાણવું બંધ નહિ