SearchBrowseAboutContactDonate
Page Preview
Page 464
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રાંક-૩૬૮ જપ કે એમનો પુરુષાર્થ આત્મા તરફ છે. પૂજ્ય ભાઈશ્રી :- એ અપરિચિત છે ને, પરિચિત નથી. એ વિષયથી પરિચિત નથી. મુમુક્ષુ :- આપણા દોષને પણ એ જ રીતે જુએ છે કે ચારિત્રગુણનો દોષ છે, શ્રદ્ધાગુણનો દોષ છે પણ અંદરમાં એવું એ પૂજ્ય ભાઈશ્રી :- એટલે પ્રયોજન સિદ્ધિ માં એક મુદ્દો લખ્યો છે કે જ્ઞાનીના ચારિત્રમોહના પરિણામની મુખ્યતા ન કરવી. ૮૯૦ Point લીધા છે એમાં એક Point એવો છે કે જ્ઞાનીના–ધર્માત્માના ચારિત્રમોહની જે કોઈ દશા વર્તતી હોય એની મુખ્યતા કદી ન થવી જોઈએ. એ જાણવાનો વિષય છે. ખરેખર બહુમાનથી જોવાનો જે વિષય છે એ એમની અંતર પરિણતિનો વિષય છે. એ એક પુરુષાર્થનું કોઈ અલૌકિક પરાક્રમ છે કે આખા જગતને લાત મારીને એ આત્મામાં પાછા વળેલા છે. પોતે એ પ્રયત્ન ચડે, પ્રયત્નની સરાણે ચડે ત્યારે એને ખ્યાલ આવે એવું છે કે આ કામ કેટલા પરાક્રમથી જ્ઞાનીઓએ કર્યું છે ! અને મને કેટલું એની અંદર બળ કરવું પડે છે, જોર કરવું પડે છે, પુરુષાર્થ કરવો પડે છે. એ પોતાને ખ્યાલ આવે છે, પણ એ Line ચડે ત્યારે. એટલે જે વારંવાર એ પોતાની દશા લખે છે, અંતરંગ દશા લખે છે એ પણ એક મુમુક્ષુ માટે બહુ ઉપકારી વિષય આ ગ્રંથમાં થઈ પડ્યો છે કે કેવી કેવી પરિસ્થિતિમાં અંદરમાં ચાલ્યા છે, આત્મામાં ચાલ્યા છે. બહારમાં આવી પરિસ્થિતિ હોવા છતાં અંદર કેવી રીતે વર્યાં છે, એ એમની જે પરિણામની ચાલ છે એ બહુ અભ્યાસ કરવા જેવો વિષય છે. | મુમુક્ષુ - બાહ્યમાં ઉપાધિ રહે છે, અંતરમાં સમાધિ છે. પૂજ્ય ભાઈશ્રી - બહારમાં ઉપાધિ અને અંદરમાં સમાધિ. ગજબ દશા છે ! હજી તો ઘણું આવશે, ઘણું લખે છે. પોતાની દશા માટે ફેરવી ફેરવીને બહુ લખે છે અને એ બહુ અભ્યાસ કરવા જેવો વિષય છે. કોઈ આ ગ્રંથમાં તત્ત્વદૃષ્ટિએ અભ્યાસવા જેવો કોઈ ખાસ વિષય રહી ગયો હોય તો આ વિષય જ છે. જ્ઞાનીની અંતરંગ દશાથી સામાન્યપણે અજ્ઞાની જીવ અપરિચિત છે, એને પરિચય થાય એવો આ વિષય ચાલે છે. એનો પરિચય મળે એવો આ વિષય છે.
SR No.007180
Book TitleRaj Hriday Part 05
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2011
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy