________________
પત્રાંક–૩૬૮
૪૩ મનમેળ પડે એવું દેખાતું નથી. અને વ્યવહારનો પ્રતિબંધ તો આખો દિવસ રાખવો પડે છે. એટલું કામનું દબાણ છે કે વ્યવહારનો પ્રતિબંધ આખો દિવસ રાખવો પડે છે. હાલ તો એમ ઉદય સ્થિતિમાં વર્તે છે. હાલ તો એમ ઉદય સ્થિતિમાં વર્તે છે.
તેથી સંભવ થાય છે કે તે પણ સુખનો હેતુ છે. હવે એ કુદરતી આવી પડેલી વાત છે. પોતાને તો સ્પૃહા નથી. એ સુખનો હેતુ છે એટલે એમાંથી પણ હવે છૂટશું. એમાં પણ અધીરજ નથી, છૂટી જશું. કેમકે અમારે તો છૂટવા સિવાય બીજું કોઈ લક્ષ છે નહિ. પ્રવૃત્તિ વધે છે એ તો પૂર્વકર્મને કારણે વધે છે. સમય દેવો પડે છે એમાં મનમેળ થાતો નથી. એ પણ સુખનો હેતુ છે.
અમે તો પાંચ માસ થયાં. વૈશાખ મહિનો ચાલે છે. એટલે આ વર્ષની શરૂઆતથી સમ્યગ્દર્શનને એક વરસ થઈ ગયું. પાંચ મહિના પહેલાં એમની જ્ઞાનદશાને એક વરસ પૂરું થયું છે. - મુમુક્ષુ – પોતાની પ્રવૃત્તિ વિશે લખે છે એ પોતાના પુરુષાર્થની નબળાઈ કહેવાય
પૂજ્ય ભાઈશ્રી :- પુરુષાર્થની નબળાઈ ગણાય પણ એ મુખ્ય વાત નથી અહીંયાં. એ એક જાણવાનો વિષય છે. જે કાંઈ ગણતરી કરવા જેવો વિષય તો એ છે કે પૂર્વકર્મને લઈને પ્રવૃત્તિ આવી પડેલી હોવા છતાં એમનો પુરુષાર્થ એટલો હતો કે એ ટકી ગયા. ઘણો પુરુષાર્થ હતો. એ પરિસ્થિતિમાં બીજા ન ટકી શકે એમાં એ ટકી ગયા. પછી ઉપરથી લઈએ તો પુરુષાર્થ પૂર્ણ નથી ત્યાં સુધી અપૂર્ણ છે. પણ ગણવાની વાત, ગણતરીમાં લેવા જેવી નીચેથી છે કે આટલી બધી પ્રવૃત્તિમાં, પૂર્વકર્મની સંયોગની આવી સાંકડી સ્થિતિમાં ફાટફાટ વૈરાગ્ય છે અને ક્યાંય એમનું મન લાગતું નથી. ઘણો વૈરાગ્ય છે. એટલે શું છે કે ભલે મુનિદશામાં પુરુષાર્થથી નથી આવ્યા પણ સંસાર ટુંકાવી નાખ્યો છે. આ બધું ગણિત કોઈ જલદી સમજમાં ન આવે એવું કેટલુંક ગણિત છે.
કોઈ જ્ઞાની નિવૃત્તિમાં હોય તો ઉપયોગ તો દશા અનુસાર જ અંદર જવાનો છે. પછી શુભની પ્રવૃત્તિ વધે છે, શુભ પ્રવૃત્તિ વધી જાય. કેમકે અશુભમાં તો જ્ઞાની અમસ્તા પણ જવા ચાહતા નથી. કુદરતી પુણ્યનો યોગ હોય છે એટલે અશુભ યોગ ઓછો હોય, શુભયોગ વિશેષ હોય. શુભયોગ વિશેષ હોય ત્યારે અઘાતિનો શુભનો બંધ પણ બહુ મોટો પડે. જે સ્થિતિ છે એ તો રસ ઉપર છે. સ્થિતિ અને અનુભાગ