________________
૪૯
પત્રાંક-૩૬૦ થતું હોય ત્યાં એની જાગૃતિ અને અવલોકનથી એ વાતને.શિથિલ કરી નાખવી જોઈએ, ઢીલી કરી નાખવી જોઈએ, તો ટળે.
૩૬૦, ૬૧, ૬૨ એ બધા “સોભાગભાઈ ઉપરના જ પત્ર છે. ૬૩, ૬૪, ૬૫ ૬૬ બધા. બન્ને પાના ઉપર બધા “સોભાગભાઈ ઉપરના જ પત્રો છે..
પત્રાંક - ૩૬૦.
મુંબઈ, ચૈત્ર વદ ૧૨, રવિ, ૧૯૪૮ જ્યાં પૂર્ણકામપણું છે, ત્યાં સર્વશતા છે. જેને બોધબીજની ઉત્પત્તિ હોય છે, તેને સ્વરૂપસુખથી કરીને પરિતૃપ્તપણે વર્તે છે, અને વિષય પ્રત્યે અપ્રયત્ન દશા વર્તે છે.
જે જીવિતવ્યમાં ક્ષણિકપણું છે, તે જીવિતવ્યમાં જ્ઞાનીઓએ નિત્યપણું પ્રાપ્ત કર્યું છે, એ અચરજની વાત છે.
જો જીવને પરિતૃપ્તપણે વત્ય કરતું ન હોય તો અખંડ એવો આત્મબોધ તેને સમજવો નહીં
- ૩૬૦નું મથાળું છે. જ્યાં પૂર્ણકામપણું છે, ત્યાં સર્વશતા છે. પૂર્ણકામપણું કામ એટલે ઇચ્છા અને પૂર્ણ એટલે તૃપ્તિ. ઇચ્છાની તૃપ્તિ થઈ ગઈ, ઇચ્છા પૂરી થઈ ગઈ. હવે ઇચ્છા નથી થતી. એવી જ્યાં ઇચ્છારહિત દશા થાય ત્યાં સર્વશતા હોઈ શકે. શું કરવા આ મથાળું બાંધ્યું ? કે આગલા પત્રમાં એમણે હરિઇચ્છાની વાત લખી છે. તો હરિઇચ્છા છે. હરિને કોઈ ઇચ્છા થાય છે ત્યાં સર્વજ્ઞતા નથી. જે ઈશ્વરને ઇચ્છા થાય છે કે હું આમ કરું ને તેમ કરું. આ ભક્તને આ સ્થિતિમાં રાખ્યું અને આ મનુષ્યને આ સ્થિતિમાં રાખું, આ જીવને આ સ્થિતિમાં રાખું–ત્યાં સર્વશતા નથી.