________________
પત્રાંક–૩પ૪
૩૮૯ સ્પર્શના થાય છે. એ વખતે જ્યારે પરિણામ પણ નિર્વિકલ્પ હોય છે.
નિર્વિકલ્પ સ્વરૂપનો સૂક્ષ્મ વિકલ્પ, હું નિર્વિકલ્પ છું એવો સૂક્ષ્મ વિકલ્પ પણ અસ્ત થઈ જાય છે. ત્યારે એને સમ્યકત્વની સ્પર્શના થાય છે. એ ક્યારે થઈ ગણાય ?
ક્યારે એટલે કેમ કરતા થઈ ? એ કેમ કરતા થઈ એ ધારણાનો વિષય નથી. એ બાજુના પ્રયોગમાં જઈને તમે વાત કરો કે આ કેવી રીતે થાય ? એ Line પકડાવે છે હવે. સમ્યગ્દર્શનની Line હાથમાં લ્ય છે.
સંસારી ઉપાધિનું જેમ થતું હોય તેમ થવા દેવું...... હવે જુઓ બીજી વાત કરે છે. એક સાથે બીજી વાત કરે છે. ચાર લીટીમાં તો એમણે અસ્તિ-નાસ્તિથી બને પડખા પર લાઈનદોરી આપી દીધી છે. જે મમત્વ–મારાપણું, પોતાપણું તમારા ઉપાધિના પ્રસંગોમાં થઈ રહ્યું છે એ પક્કડ ઢીલી કરી નાખો. એ પક્કડ એકદમ ઢીલી થઈ જવી જોઈએ. એના ઉપર જરાપણ પોતાપણાની પક્કડ છે એ નુકસાનકારક છે. જેટલી છે એટલી નુકસાનકારક છે એમ સમજીને એ જેમ થતું હોય તેમ થવા દેવું. કેમ ? કે અન્ય દ્રવ્ય અને અન્ય ભાવમાં પોતાપણું જીવ રાખે અને આત્મામાં પણ પોતાપણું થાય, એકસાથે બે વાત નથી બનવાની. આ બાજુથી અન્ય દ્રવ્ય અને અન્ય ભાવમાંથી પોતાપણું મટે તે જ કાળે આત્મામાં આત્માપણું થાય. તો ક્યારે સમ્યકત્વની સ્પર્શના થઈ ગણાય ? કે અહીંથી પોતાપણું મટે ત્યારે અહીંયાં પોતાપણું થાય.
આત્મામાં પણ પોતાપણું રહે અને રાગ અને સંયોગમાં પણ પોતાપણું રહે, ઉપાધિ અને ઉપાધિભાવમાં પણ પોતાપણું રહે એમ બન્ને વાતમાં એકસાથે પોતાપણું રહેતું નથી. અસ્તિત્વ એક જ જગ્યાએ પકડાય છે. કાં તો જીવ સ્વરૂપઅસ્તિત્વ ગ્રહણ કરે, કાં તો વિભાવ અને પરનું અસ્તિત્વ સ્વપણે ગ્રહણ કરી લે. એ તો અનાદિથી કરેલું જ છે. વાત એમણે સાથે સાથે લઈ લીધી. કે “સંસારની ઉપાધિન જેમ થતું હોય તેમ થવા દેવું,' ઉલાળિયો કર્યો. જેમ થતું હોય તેમ થવા દો એકવાર. સાવધાની છોડી દો. કર્તવ્ય એ જ છે,... આ જ કરવા જેવું છે.
અભિપ્રાય એ જ રહ્યા કરે છે. એવા અભિપ્રાયથી પક્કડ છોડી દો કે મારું નથી. અભિપ્રાય ઘડો, નિર્ણય ઘડો. એનો નિર્ણય કરી પાકો. મારું નથી. ધીરજથી ઉદયને વેદવો યોગ્ય છે. અને ધીરજથી એટલે નીરસ પરિણામે ઉદયને વેદી લેવો,