________________
પત્રક-૩૫ર
૩૬૩ ૩૫રમો પત્ર છે. ચત્રભુજ બેચર’ બનતા સુધી એમના સગા થાય છે. બનેવી થાય છે, ઘણું કરી એમના બનેવી થાય છે. એટલે પાંચ' શબ્દ વાપર્યો છે. મહેતાશ્રી પાંચ. આપણે જે વેવાઈવેલામાં ભાઈશ્રી પાંચ વાપરે છે ને ? એમના બનેવી છે એટલે વ્યવહારથી (લખ્યું છે).
શુભોપમાયોગ્ય.” શું લખ્યું ? એ વખતે પત્રો લખવાની આ પરિસ્થિતિ હતી.. શુભસ્થાને બિરાજમાન, શુભ ઉપમાયોગ્ય એમ. “મહેતાશ્રી ૫ ચત્રભુજ બેચર.”
તમને હાલમાં બધાથી કંટાળો આવી ગયા વિષે લખ્યું તે વાંચી ખેદ થયો.' એટલે શું છે કે કોઈ પ્રતિકૂળતાઓ, અણગમાના પ્રસંગો બન્યા હશે. એટલે કહે છે, હું તો આ બધી વાતોથી હવે કંટાળી ગયો છું. જીવને પોતાની ઇચ્છા પ્રમાણે સંયોગોમાં ન થાય ત્યારે દ્વેષભાવ ઉત્પન્ન થાય છે, ખેદ ઉત્પન્ન થાય છે. ખેદ એ દ્વેષ ભાવમાં છે. એટલે એને કંટાળો આવે છે કે આમાં આવા પ્રસંગોમાં મારે રહેવું નથી. ઘણા તો એ પ્રસંગો છોડીને ચાલ્યા જવાની પ્રવૃત્તિ કરે છે. એ સંબંધમાં મારો વિચાર તો એવો રહે છે કે જેમ બને તેમ તેવી જાતનો કંટાળો શમાવવો અને સહન કરવો.” એ કંટાળામાં વધારે દ્વેષ ન કરવો અને કોઈ સવિચારથી એ વાતને ઉપશમાવવી, શમન કરવી.
કોઈ કોઈ દુખના પ્રસંગોમાં તેવું થઈ આવે છે. દુઃખનો પ્રસંગ, અણગમતો પ્રસંગ, પ્રતિકૂળ પ્રસંગ, એમાં એવું બને છે કે જીવને કંટાળો આવેખેદ આવે. કોઈ કોઈ દુખના પ્રસંગોમાં તેવું થઈ આવે છે અને તેને લીધે વૈરાગ્ય પણ રહે છે, પણ જીવનું ખરું કલ્યાણ અને સુખ તો એમ જણાય છે કે તે બધું કંટાળાનું કારણ આપણું ઉપાર્જન કરેલું પ્રારબ્ધ છેઆમ વિચારવું જોઈએ. જે ભોગવ્યા વિના નિવૃત્ત થાય નહિ અને તે સમતાએ કરી ભોગવવું યોગ્ય છે. પ્રતિકૂળ પ્રસંગને, દુઃખના પ્રસંગને હડસેલો મારવાનો પ્રયત્ન કરવો અને વધારે દુઃખી થવું એના કરતા તો એવો ન્યાય ગ્રહણ કરવો કે આ મારા કરેલા કર્મો ઉદયમાં આવ્યા છે. મારે કોઈનો દોષ એમાં જોવાની જરૂર નથી. પણ જ્યારે મારા જ કરેલા કર્મો ઉદયમાં આવ્યા છે તો સમ પરિણામથી ભોગવવા–વેદન કરવા એ મારો ધર્મ છે, નહીં કે એમાંથી ભાગવું, ભાગી જવું ત્યાંથી, એ બરાબર વાત નથી.
એટલે “જીવનું ખરું કલ્યાણ અને સુખ તો એમ જણાય છે કે... હવે શું છે