________________
૨૮૪
ચજહૃદય ભાગ-૫
એ બહુ આગળ લખી ગયા ૨૦માં વર્ષમાં લગભગ. “મનસુખરામ સૂર્યરામને પત્રો લખ્યા છે એમાં. કેટલીક વાતો તમને વિચારવા માટે અહીંયાં લખું છું. બાકી જે ખરેખર પરમસત્ય વાત છે એની પ્રયોજના જ્ઞાનીઓના હૃદયને વિષે રહેલી છે. એટલો એક ટુકડો મૂકી દીધો છે. હવે એની પ્રયોજના એટલે શું ? કે એ પ્રકારની જે કાર્યપદ્ધતિ છે એ તો એટલી સૂક્ષ્મ છે, એ ઘણી સૂક્ષ્મ છે કે એ તમને લખાણમાં કેવી રીતે બતાવીએ? પણ તે થાય તેવું જ્ઞાન છે. ભલે એ ઘણું સૂક્ષ્મ છે તોપણ તે જ્ઞાન અશક્ય નથી, તે જ્ઞાન સંભવિત છે, શક્ય છે, થાય તેવું છે.
વિશેષ હવે પછી.” એ વિષયમાં કોઈવાર હવે પછી વિશેષ વાત કરીશું. ચિત્તે કહ્યું કર્યું નથી. માટે આજે વિશેષ લખાયું નથી, તે ક્ષમા કરશો.” કેટલા ભિન્ન પડ્યા છે ! મનના પરિણામથી કેટલા ભિન્ન છે કે મન સ્વતંત્ર રીતે ચાલે છે અને અહીંયાં લખવામાં ઉપયોગ હોવા છતાં હવે એ ઉપયોગ ઉદાસીનતાને ભજે છે, હવે એ લખવાનો રસ ઊડી ગયો છે એટલે ક્ષમા કરજો. પત્ર હવે વધારે લંબાવતો નથી. છોડી દીધું લખવું.
પરમ પ્રેમભાવથી નમસ્કાર પહોંચે.’ એમ કરીને પોતાની લાગણી પણ પ્રદર્શિત કરી છે. કાલે થોડું બાકી હતું. '