SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રાંક-૩૦૧ ૧૧ પંચમકાળ સારો છે એમ કોઈ અપેક્ષાએ વિચારમાં આવે એવી વાત નથી. એમાં પણ પાછો આ સુંડાવસÍણી (કાળ) છે. ભગવાન મહાવીર' પછી શાસનની અંદર બહુ તરત જ તડા પડવાના શરૂ થઈ ગયા. એકદમ ! પહેલાં શ્વેતામ્બર, દિગંબર થયા પણ એ તો એવું શ્વેતામ્બરપણું અને દિગંબરપણું તો ઘણા વર્ષે પ્રસિદ્ધ થયું. પણ જે તડ પડી એ તડ મોટી થતી ગઈ અને પોતપોતાના અભિપ્રાયોની જે પકડ મજબૂત થતી ગઈ, પછી એકબીજા ઉપર એકબીજાનું આક્રમણ થતું ગયું. આ બધા જ પ્રકારો ઊભા થયા એ તરત જ ૨૦૦૪૦૦-૫૦૦ વર્ષમાં તો એકદમ ડહોળાવા માંડી ગઈ. | મુમુક્ષુ - ૫00 વર્ષ પછી તો નિગ્રંથ માર્ગ અને નિગ્રંથ મુનિ એક શબ્દ હતા. શ્વેતામ્બર થયા પછી એકબીજાના... - પૂજ્ય ભાઈશ્રી - ત્યાં સુધી શું છે એ લોકોએ વસ્ત્રો નહોતા પહેર્યાં. મુખ્ય વાત શું છે ? કે બાહ્યાચરણમાં જે ફેરફાર કરે છે અથવા શાસ્ત્રમાં જે સમજણ શક્તિની ક્ષતિને લઈને જે વિપયસ, જ્ઞાનનો વિપર્યાસ–સમજણનો વિપર્યાસ-ઊભો થાય છે એ બંનેનું મૂળ એક ત્રીજી વાત છે, અને તે છે દર્શનમોહ. નહિતર શું થાય કે પોતાના આચારણની અંદર શિથિલતા આવે એને દોષ સમજે, પણ એ બરાબર છે અને એનો બચાવ કરે, એનો સિદ્ધાંત ઊભો કરે એવું ન કરે. જ્યારે શિથિલાચારમાં જે મુનિઓ આવવા માંડ્યા એણે એને પોષણ આપવા માટે એવું જ અર્થઘટન કરવા લાગ્યા, એવું જ અર્થઘટન કરવા લાગ્યા. એ વખતે તો શાસ્ત્રો નહોતા પણ મુખપાઠે જે મંત્રો, સૂત્રો હતા એનું એવું અર્થઘટન કરવા લાગ્યા. પછી જોયું કે આવું અર્થઘટન કરવામાં આપણા કરતાં પણ સમર્થ પુરુષો છે એ સારું અર્થઘટન કરે છે અને આપણું મોળું પડે છે એટલે એ વિષયને ગ્રંથારૂઢ કર્યા, એ સિદ્ધાંતોને ગ્રંથારૂઢ કર્યા. ગ્રંથમાં કોઈ વાત આવે એટલે સામાન્ય માણસને–આમજનતાને પુસ્તકારૂઢ થયેલી વાત એ જમાનામાં માન્ય થઈ જતી. આનું તો શાસ્ત્ર છે, આનો તો ગ્રંથ છે એમ કહેવાય. અત્યારે જે પુસ્તકની કિમત નથી એવું નથી. પહેલાં તો કાંઈક કિમતી વાતના જ પુસ્તકો બનતા. અત્યારે તો ગમે તે વાતના પુસ્તકો બને છે, એવું પહેલાં નહોતું. એ પુસ્તકારૂઢ થવા લાગ્યું. મૂળમાં દર્શનમોહે ઘણું કામ કર્યું. દર્શનમોહની પ્રબળતા અને દર્શનમોહની પ્રબળતાવાળા જીવોની સંખ્યા વધારે.
SR No.007180
Book TitleRaj Hriday Part 05
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2011
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy