________________
૨૭૨
ચજહૃદય ભાગ-૫ - ૩૩૩ પત્ર છે, “સોભાગભાઈ ઉપરનો. ફૂટનોટમાં “સોભાગભાઈનો પત્ર શું હતો એ વાત લીધી છે. “સોભાગભાઈ એ ઉત્તર આપેલો. પ્રશ્ન પૂછેલો છે એનો ઉત્તર “સોભાગભાઈનો આ જગ્યાએ આખા ગ્રંથમાં એક જ જગ્યાએ છાપ્યો છે. જો કે મહત્ત્વનો વિષય છે.
“સત્પરુષની ઓળખાણ જીવને નથી પડતી... સત્પરુષનો-જ્ઞાનીનો યોગ બાજે છે. પૂર્વકર્મના કોઈ લોકોત્તર પુણ્યના ઉદયના પ્રસંગે જીવને સત્પરુષનો, જ્ઞાનીનો સમાગમ થાય છે, એનો યોગ મળે છે. છતાં જીવને ઓળખાણ નથી પડતી. બહારમાં સંયોગ થવો જ્ઞાનીનો, સમાગમ થવો એ પુણ્યનું ફળ છે અને ઓળખાણ થવી એ વર્તમાન લાયકાત માગે છે. એ વર્તમાન લાયકાતના કારણે એની ઓળખાણ બને છે. એ પુણ્યના કારણે ઓળખાણ નથી થતી.
મુમુક્ષુ - એમાં પુરુષાર્થની જરૂર છે. પૂજ્ય ભાઈશ્રી :- એમાં પોતાને પુરુષાર્થની જરૂર છે. ક્યા પ્રકારનો પુરુષાર્થ એ સોભાગભાઈ એ ઉત્તરમાં આપ્યો છે. અને અનંત વાર જ્ઞાનીનો એવો સંયોગ થયો, સમાગમ થયો. સત્પરષોનો થયો, મુનિઓનો થયો, સમવસરણમાં જિનેન્દ્રનો પણ થયો; એકવાર પણ ઓળખાણ નથી થઈ. એમની જે સાધક દશા, જે દશાએ કરીને એ પોતાના સાધ્યને સાધે છે અથવા સ્વરૂપને સાધે છે એમ કહો, એ દશાની એકવાર પણ ઓળખાણ નથી થઈ. એકવાર જો ઓળખાણ થાય તો કાયમ માટે એનું શાશ્વત ફળ ઊભું થાય. સાદિ અનંત શાશ્વત માટે એનું ફળ ઊભું થાય. એવો પ્રસંગ બન્યા વિના રહે નહિ. એનો ફાયદો થાય, થાય ને થાય જ, નિષ્ફળ કદી જાય નહિ. એકવાર પણ ઓળખાણ નથી થઈ. - આ એક મોટી વાત છે. એટલે એનું- ઓળખાણનું મહત્ત્વ વિશેષ છે.
સત્યરુષની ઓળખાણ જીવને નથી પડતી. અને વ્યાવહારિક કલ્પના પોતાસમાન તે પ્રત્યે રહે છે. કેમકે એ પણ ખાય છે, પીએ છે. ચાલે છે અને બોલે અને બીજા પણ શુભ અને અશુભ બંને પ્રકારના સંસારિક પ્રસંગોમાં વર્તે છે. એ જોવામાં આવે છે. ત્યારે એમ કહે છે પોતાસમાની કલ્પના રહે છે. એ જીવને ક્યા ઉપાયથી ટળે જ કયા કારણથી ટળે એને ? એ પ્રશ્નનો ઉત્તર યથાર્થ લખ્યો છે. એ પ્રશ્નનો ઉત્તર યથાર્થ લખ્યો છે એટલે અહીંયાં એ ઉત્તર મૂક્યું છે. એવા યથાર્થ ઉત્તરમાં શું લખ્યું