SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૬ ચજહૃદય ભાગ-૫ કે બાળકપણે પણ હું હતો, યુવાનપણે પણ હું હતો અને હવે એથી આગળ યુવાવસ્થા પછી પણ વૃદ્ધાવસ્થામાં પણ હું જ છું. એમ પ્રત્યભિજ્ઞાનનું કારણ, જે ભિન્ન ભિન્ન અવસ્થામાં પોતે જ રહેલો છે, એવું જે જ્ઞાન થાય છે એ એની નિત્યતાને સાબિત નિત્યતા ક્યાંથી નક્કી થાય છે? જો આખો પદાર્થ બદલી જતો હોય તો બાળકપણે કોઈ બીજો હતો ? કે નહિ. બાળકપણે હું જ હતો. યુવાનપણે પણ હું જ હતો. તો પહેલાં જે જ્ઞાનમાં આવતું હતું એ અત્યારે જ્ઞાનમાં આવે છે એ પ્રત્યભિજ્ઞાનનું જે કારણ વિષય થાય છે એ પ્રત્યભિજ્ઞાન પોતે સાબિત કરે છે કે આત્મા નિત્ય છે. કાલે એક ચીજ જોઈ હતી એ જ ચીજને આજે મેં ફરી જોઈ. તો હું તો તેનો તે રહ્યો ત્યારે જોઈ કે હું બદલાઈ ગયો ત્યારે જોઈ ? બરાબર ! તેનો તે પદાર્થ છે. એમ આત્મા નિત્ય છે એ ક્યા પ્રમાણથી જણાય છે કે પ્રત્યભિજ્ઞાનના પ્રમાણથી જણાય છે). પ્રશ્ન :- કાલે જે ચીજ જોઈ એ આજે જોઈ એમાં થોડુંક એને વધારે વિશેષ ન દેખાય ? સમાધાન :- અહીંયાં વાત એટલી જ છે કે એ જોનાર ઈનો એ કે બીજો ? મુમુક્ષુ :- જોનાર ઈનો ઈ છે. પૂજ્ય ભાઈશ્રી - બસ. તો એનો એ છે એ એ એમ બતાવે છે કે એ સળંગ ટકી રહ્યો છે. સળંગ ટર્કી રહ્યો છે એનો અર્થ કે એની નિત્યતા છે. આ તો સ્થળ વિચારથી લઈએ છીએ, એ જ વાતને સૂક્ષ્મ વિચારથી એમ લઈ શકાય કે મારામાંથી મારું જ્ઞાન સદાય પ્રવાહિત રીતે પ્રગટ થયા જ કરે છે. જ્ઞાનનો પ્રગટ પ્રવાહ ચાલુ ને ચાલુ રહે છે, એ મારામાંથી મારો જે પ્રવાહ જે સદાય ચાલુ રહે છે, અવિરતપણે ચાલુ રહે છે, બંધ ન થાય એ રીતે ચાલુ રહે છે એ એમ બતાવે છે કે જ્ઞાનસ્વભાવી હું સદાય છું. હું શાશ્વત જ્ઞાનસ્વભાવી છું. હું છું એટલું નહિ પણ હું શાશ્વત જ્ઞાનસ્વભાવી છું એમ એમાંથી સિદ્ધ થાય છે. ‘સમયસારમાં એ વાત લીધી છે. ભગવાન આત્મા, ભગવાન આત્મા એ ૩૧૩૨ ગાથાથી કરતા આવે છે. ૩૨ ગાથાની ટીકા છે. કેવો છે તે જ્ઞાન સ્વભાવ ? આ સમસ્ત લોક ઉપર તરતો,... એટલે આખા લોકથી જુદો. લોકને જાણનાર લોકથી
SR No.007180
Book TitleRaj Hriday Part 05
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2011
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy