SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૬ રાજહૃદય ભાગ-૫ એક નિશ્ચય સ્વરૂપ જે આનંદસ્વરૂપ આત્મા છે એનો આનંદ લ્યો, એનો અનુભવ કરો. નિશ્ચય સ્વરૂપના આનંદનો અનુભવ કરો. એક નિશ્ચયને આનંદો બાકી આ સુખદુઃખની બધી જ કલ્પના છોડી દ્યો. ખરેખર તો બધું જ્ઞાનનું શેય છે. સમ્યજ્ઞાનમાં તો બધું શેય છે. મિથ્યાજ્ઞાનમાં અનુકૂળતા અને પ્રતિકૂળતાની કલ્પના ઊભી થાય છે. ખરેખર વસ્તુસ્થિતિ એમ છે નહિ - ચેતનતા પરિણામ ન ચૂકે.... જે ચૈતન્ય સ્વભાવ છે એ તો પોતાના ચૈતન્ય પરિણામને ચૂકતા નથી. એવા ચૈતન્ય સ્વરૂપ થયા છે જે જિનચંદ્ર-જિનેશ્વર-એ એમ કહે છે, એ એવું કહે છે. આમ ભગવાનની સ્તુતિ કરે છે. ભગવાનનો બોધ શું છે એ બતાવતા બતાવતા આનંદઘનજી ભગવાનની સ્તુતિ કરે છે. “આનંદઘનજી' ના બધા પદોમાં અધ્યાત્મરસ ઘણો છે. મુમુક્ષુ :- સંપ્રદાય છોડી દીધો હતો. પૂજ્ય ભાઈશ્રી - છેલ્લે છેલ્લે છોડી દીધો હતો. આગળ તો પોતે અર્થ કરશે. પાછળ જે ૭૫૧-પર-૫૩-૫૪ છે એમાં પોતે અર્થ શરૂ કર્યા છે. આંક ૭પ૩ માં પહેલું “ઋષભદેવ ભગવાનનું જે પદ છે. રષભ જિનેશ્વર પ્રીતમ માહરી રે, ઓર ન ચાહું રે કત; રીઝયો સાહેબ સંગ ન પરિહરે રે, ભાંગે સાદિ અનંત.” એનો અર્થ કર્યો છે ૫૭૦ પાને. પછી આગળ વીતરાગ સ્તવનામાં પણ આગળ એ પદનો અર્થ કર્યો છે. પછી તગડો છે એમાં બીજા “અજિતનાથ ભગવાનના સ્તવનનો અર્થ કર્યો છે. પંથડો નિહાળું રે બીજા જિન તણો રે, અતિ અતિ ગુણધામ; જે તે જીત્યા રે, તેણે હું જીતિયો રે, પુરુષ કિયું મુજ નામ ?” એમ કરીને એ બીજા પદનો અર્થ કર્યો છે અને ત્યાંથી એ વાત અપૂર્ણ રહી ગઈ છે. પછી લખવામાં રહી કે મળી નથી. પણ બે પદના અર્થ એમણે કર્યા છે. ૩૦ માં વર્ષમાં કરેલા છે. એ ૩૨૨ પત્ર) પૂરો થયો.
SR No.007180
Book TitleRaj Hriday Part 05
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2011
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy