________________
૧૮૨
રાજહૃદય ભાગ-૫ છે ! એક જીવ સ્વરૂપ તરફ વળવા માટે થોડોક પણ તૈયાર થાય છે તો એને એટલો બધો સન્દુરુષ આદર આપે છે કે પોતે સામે ચાલીને એને નમસ્કાર કરે છે. આવી વાત છે. કાંઈ લેવું દેવું છે ? પણ જેને સની પ્રીતિ છે, સતુનો પ્રેમ છે, સન્માર્ગનો જેને પ્રેમ છે અને બીજા સન્માર્ગ પ્રત્યે આવનારા જીવો પ્રત્યે એવો જ આદર થાય. બહુ કુદરતી એ વસ્તુ છે. એવું ન થાય તો તે અકુદરતી છે, કુદરતી નથી.
આ ભાવાર્થનું જે વચન લખ્યું છે, તે વચનને અમારા નમસ્કાર હો' એ વચનને અમે નમસ્કાર કરીએ છીએ. તમારા આ ભાવને અને આ વચનને અમે નમસ્કાર કરીએ છીએ. શાબાશ છે ! ધન્યવાદ છે તમને કે તમે આત્માના આનંદનો આધાર લેવા માગો છો ! કોઈ રાગ અને રાગના વિષયભૂત સંયોગોનો આધાર લેવાનો હવે તમારો નિશ્ચય બદલાણો છે એ એક જબરજસ્ત વાત છે. આવું જે વચન -
મુમુક્ષુ :- મુમુક્ષુની સુવિચારણમાં પણ આ જ વાત છે. પૂજ્ય ભાઈશ્રી :- વિચરાણામાં વિચારતો વિચારતો આ નિશ્ચય ઉપર આવે.
એવું જે વચન તે ખરી જગ્યતા વિના નીકળવું સંભવિત નથી. આ ખરી યોગ્યતા છે તમારી. લ્યો ! યોગ્યતાનું માપ લીધું. યોગ્યતાનું માપ દીધું, મેળવવાનું પોતે છે, પોતાના પરિણામમાં મેળવવાનું પોતાને છે. આ જગ્યાએ આવ્યા વિના કદી પણ આધારબુદ્ધિમાં ફેર પડતો નથી. જ્યાં સુધી આધારબુદ્ધિમાં ફેર પડતો નથી ત્યાં સુધી આત્માના હિતનું એક ડગલું પણ ભરવાનું સંભવિત નથી. કોઈ રીતે જીવ એક ડગલું પણ આગળ વધી શકે નહિ. | મુમુક્ષુ :- એટલે જે કંઈ તપાસવાની ચીજ છે એ પોતાની આધારદ્ધિ ક્યાં છે એ જ તપાસવાની છે.
પૂજ્ય ભાઈશ્રી :- એ જ તપાસવાની વાત છે. ભલે ગમે તેટલો ત્યાગ કરે પણ આધારબુદ્ધિ શું છે ? આ તપાસવાનો વિષય છે.
મુમુક્ષુ :- અત્યારે તો આધારબુદ્ધિ એક ઉપર જ છે. એટલે એને ...
પૂજ્ય ભાઈશ્રી - બસ જીવ કાં નો-સ્વ સ્વરૂપનો આધાર લ્ય, કાં પરનો આધાર લ્ય. સીધી વાત એ છે.
પ્રશ્ન :- “સોભાગભાઈની આટલી બધી વિકટ પરિસ્થિતિ છે છતાં આર્થિક સહાય નથી કરતા એની પાછળ આશય શું છે ?