________________
૧૪૯
પત્રાંક-૩૧૯ સ્વાનુભવની દશાને એ પ્રાપ્ત કરે એમાં અમને કોઈ શંકા પડતી નથી.
હવે સત્સંગનું એટલું મહત્ત્વ દર્શાવ્યા પછી વર્તમાન પરિસ્થિતિ ઉપર વાત કરે છે. જિંદગી અલ્પ છે. આ કાળમાં આયુષ્ય છે એ ઘણું મર્યાદિત છે. જિંદગી ઘણી અલ્પ છે, અનિશ્ચિત છે. અલ્પ પણ છે અને અનિશ્ચિત પણ છે. એવો કોઈ નિશ્ચય નથી કે ૫૦ તો થાય જ, ૭૫ તો થાય જ. એવો કોઈ નિયમ નથી. કોઈપણ આયુષ્યમાં, કોઈપણ આયુષ્ય પહોંચતા આયુષ્ય પૂરું થવાનો પ્રકાર હોય છે ખરો. અનિશ્ચિત પ્રકાર જેને કહેવામાં આવે છે.
જિંદગી અલ્પ છે, અને જંજાળ અનંત છેજીવને જે અભિલાષા છે એનું માપ નથી. વિચાર ભલે પોતે ન કર્યો હોય તોપણ જીવને અનંતાનુબંધીના કષાયને લીધે એની જંજાળ અનંત છે. પોતાના વિકલ્પને તપાસે, અવલોકન કરે તો ખ્યાલ આવે એવું છે કે એક પછી એક પછી એક પછી વિકલ્પની જંજાળ ચાલુ ને ચાલુ જ રહે છે. છટતી નથી. એ વિકલ્પની જંજાળ, ઉદયભાવોની જંજાળ અનંત છે. અનંતાનુબંધી છે ને ! એટલે અનંત છે. એનાથી છેડો છૂટતો નથી. છૂટવા ચાહે તોપણ પોતે છૂટી શકતો નથી.
મુમુક્ષુ - .
પૂજ્ય ભાઈશ્રી :- હા, એની સાથે અનંતનો અનુબંધ છે. ભલે એક વિકલ્પ દેખાય સાધારણ. કોઈ એમ કહે કે ભાઈ ! અમે તો હવે સંતોષ પકડ્યો છે. અમારે કાંઈ હવે કોઈ સંયોગોની વૃદ્ધિ કરવી, વૈભવ વધારવો, પરિગ્રહ વધારવો કાંઈ અમારે કરવું નથી. જે છે એમાં સંતોષ માનીને બેસી ગયા છીએ.
મુમુક્ષુ :- સારી છાપ બેસાડવાની સમાજમાં પ્રથા છે.
પૂજ્ય ભાઈશ્રી :- તોપણ ભાવનગર છે એ નિવૃત્ત માણસોનું ગામ કહેવાય છે. City of retired people, અહીંયાં માણસને નિવૃત્તિના વિચાર આવે છે. અહીંયાં અમસ્તા આવેને બહારથી કોઈ દેશ-પરદેશ ખેડીને તો એમ થાય કે હવે નિવૃત્તિ લઈને અહીંયાં રહીએ તો ત્યાં અનંતાનુબંધી છે કે નહિ ? કે ત્યાં પણ અનંતાનુબંધી છે. અનંતાનુબંધીથી નથી છૂટ્યો.
બીજા પદાર્થમાં પોતાપણાનો અધ્યાસ, પછી શરીર હો કે બીજા પ્રાપ્ત સંયોગો હો, એ મારા છે, આ મારું છે. જળવાય રહે છે. વધારવું નથી પણ જળવાય રહે