________________
પત્રાંક-૩૧૭
૧૨૯ ઈષ્ટ માનીને, પદાર્થ લાભનું કરાણ છે, સુખનું કારણ છે, શાંતિનું કારણ છે એવા રાગપૂર્વક અમને પ્રવૃત્તિ થતી નહિ હોય એવી અમારી દશા છે. જ્ઞાતા-દૃષ્ય છે ને . એટલે રાગપૂર્વક પ્રવૃત્તિ નથી. અલ્પ રાગ છે એના પણ જ્ઞાતા-દણ છે એક ન્યાયે. અથવા એ રાગથી પોતે ભિન્ન છે. ‘એમ રહે છે. એવી સ્થિતિ રહે છે.
લોકપરિચય ગમતો નથી.’ લોકોનો પરિચય, લોકોનો પ્રસંગવશ પરિચય થાય છે પણ અમને એ પ્રસંગ ગમતા નથી. “mતમાં સાતું નથી. આ કાઠિયાવાડી ભાષા છે. સાતું નથી એટલે સુહાતું નથી. જગતમાં અમને સુહાતું નથી. આવા ધર્માત્માઓ સહજ મુનિદશામાં આવે છે. જેને જગતમાં લોકપરિચય ગમતો નથી તે અસંગ દશામાં જંગલમાં જાય છે. જેને જગતમાં સુહાતું નથી એ જગતને છોડી શકે છે. બીજાઓ ખરેખર છોડી શકે છે એ વાત માનવા જેવી નથી. પહેલી આવી દશા અંદરમાં થઈ જાય છે પછી મુનિદશામાં પ્રવેશ થાય છે.
મુમુક્ષુ – આવી દશામાંથી પસાર થયા પછી મુનિદશા આવે છે. પૂજ્ય ભાઈશ્રી :- એવી દશાની તીવ્રતા આવે છે ત્યારે મુનિદશામાં આવે છે. એ જ દશાની તીવ્રતા તે પોતે સ્વયે મુનિદશા છે.
વધારે શું લખીએ ?' એકાવતારી છે ને ! એટલે મુનિદશા યોગ્ય ગૃહસ્થની અંદર એવી સ્થિતિ આવી જાય છે. વધારે શું લખીએ? જાણો છો. અત્રે સમાગમ હો એમ તો ઇચ્છીએ છીએ, તથાપિ કરેલાં કર્મ નિર્જરવાનું છે એટલે ઉપાય નથી.' જુઓ ! પોતાનો પુરુષાર્થ બરાબર ચાલે છે. જેટલી માત્રામાં પોતાની શક્તિ અનુસાર જેટલો ચાલવો જોઈએ એ પ્રમાણે ચાલે છે અને ચાલે છે એટલે એમ કહે છે કે જે કાંઈ હવે છે એ બધું કર્મ નિર્જરવા માટે છે. હિસાબકિતાબ સાફ કરીએ છીએ. જેની સાથેની લેણ-દેણ છે એ બધી પૂરી કરીએ છીએ. કોઈ રાગથી પ્રવૃત્તિ કરીએ છીએ એ વાત હવે અમારા માટે નથી.
મુમુક્ષુ :- આટલી મોટી પ્રવૃત્તિમાં સમ્યગ્દર્શન પ્રાપ્ત થવું, બીજો દાખલો નથી લીધો. બીજા મોટે ભાગે નિવૃત્ત થાય છે.
પૂજ્ય ભાઈશ્રી :- હા, “સોગાનીજીને પ્રવૃત્તિમાં થયું. એ તો આથી વધારે કપરા સંયોગોમાં હતા, વધારે કપરા સંયોગોમાં હતા અને વધારે પ્રવૃત્તિ અને વધારે વસ્તીવાળા ક્ષેત્રમાં ગયા. બધું વધારે થયું. પછી કલકત્તા ગયા છે. “અજમેર હતા.