________________
5
-
ગતિ, સરળતા, પરેચ્છાનુચારીપણું ઇત્યાદિ અનેકાનેક ગુણોથી વિભૂષિત થયેલા તેમના પત્રો એક અમૂલ્ય રત્નોની નિધિ છે ! તેઓશ્રીના લખાણમાં રહેલું ઊંડાણ તેમના હૃદયને – અંતરંગ પરિણતિને પ્રકાશે છે. અંતરંગ પરિણતિમાં વર્તતા દિવ્ય ગુણોની ઝલક તેમના લખાણમાં વ્યક્ત થઈ છે. પરંતુ આ ઝલકને પારખનારા પણ કોઈ વિરલા જીવ જ હોય છે. કોઈક જ વિરલા તેમના હૃદયને પારખી શક્યા છે, જેણે પારખ્યા તે પોતે તે દિવ્ય દશાને પામી ગયા ! એ દિવ્ય હૃદયને પરખીને વર્તમાન મુમુક્ષુ સમાજ પર્યંત તે હૃદયના ભાવોને પ્રકાશમાં લાવનાર છે 7 પૂજ્ય ભાઈશ્રી શશીભાઈ’ !
‘રાજહૃદય’ નામ અનુસાર ‘કૃપાળુદેવ’ના અંતરંગને ખોલનાર પૂજ્ય ભાઈશ્રી શશીભાઈ’ના અનુભવરસ ઝરતા આ પ્રવચનો અમૃતવેલડી સમાન છે. એક દિવ્યમૂર્તિને આકાર આપતા આ પ્રવચનો ‘કૃપાળુદેવ' જેવા મહાન સાધકની સાધકદશાને સ્વયંની અનુભવવાણીરૂપી ટાંકણાંથી ઉત્કીર્ણ કરીને મુમુક્ષુજીવને દર્શાવે છે કે, આ છે ‘કૃપાળુદેવ’ ! આ છે ‘રાજહૃદય’! ‘કૃપાળુદેવ’ના લખાણમાં વ્યક્ત થતાં તેઓશ્રીના અંતરંગ અલૌકિક ગુણરૂપી રત્નોના ખોબા ભરી ભરીને મુમુક્ષુ સમક્ષ મૂક્યા છે !! કોઈપણ જીવ ગ્રાહક થઈને લે તો સ્વયં એ રત્નોથી વિભૂષિત થઈ જાય !
ધન્ય છે પૂજ્ય ભાઈશ્રીના સાતિશય જ્ઞાનને અને ધન્ય છે તેમની સાતિશય પ્રવચનધારાને કે જેના દ્વારા એ દિવ્યમૂર્તિના દર્શન કરાવ્યા ! જ્ઞાનીપુરુષના એક એક વચનમાં અનંત આગમ રહેલાં છે એ વાતની પ્રતીતિ કરાવતા આ પ્રવચનો મુમુક્ષુજીવ માટે રત્નોની નિધિ સમાન છે. મુમુક્ષુજીવને પોતાનું વ્યવહારિક જીવન અને નિશ્ચય જીવન કેવી રીતે ઘડવું તેવું માર્ગદર્શન ઠામ ઠામ અનેક પત્રોમાં જોવા મળે છે.
નાની ઉંમરથી જ ‘કૃપાળુદેવ'ના લખાણમાં તેઓશ્રીના પૂર્વસંસ્કાર પ્રકાશિત થાય છે અને કોઈ ગજબના સાધકને આ કળિકાળમાં જન્મ ધારણ કર્યો છે તેવી પ્રતીતિ કરાવી જાય છે. લખાણની અંદર ઝળકતી પ્રૌઢતા, વૈરાગ્ય, વિવેક, આત્મહિતનો સંવેગ, વિશાળતા, સરળતા આદિ અભિવ્યક્તિઓ દર્શનીય અને મનનીય છે.
૧૭ વર્ષની ઉંમર પહેલાં લખાયેલાં દસ વચનો ઉપર પ્રવચન આપતાં પૂજ્ય ગુરુદેવશ્રી’ ફરમાવે છે કે, આ તો બાર અંગનો સાર છે ! એવા વચનોના, એ વચનના દેનાર એવા પુરુષના, અલ્પમતિ જીવ શું ગુણગ્રામ કરી શકે ? છતાં ઉપકારબુદ્ધિવશાત્ અત્ર તેઓશ્રીના થોડા ગુણોનું બહુમાન, ભક્તિ કરી તેમના ચરણોમાં વંદન કરીએ છીએ.