________________
(૬૯)
રાયબહાદુર બાબુસાહેબ ગણપતસિંહજી તથા બાબુસાહેબ રાજા નરપતસિંહજી
દુગડનું સંક્ષિપ્ત જીવન રાયબહાદુર ધનપતસિંહજીને બે પત્નિ (સ્ત્રી) થયા. તેમાં મોટા પત્નિ (પ્રથમ પરણેલા) ની કુક્ષિથી બે પુત્ર જમ્યા. મોટા કુમાર ગણપતસિંહજી અને પછી બીજા કુમાર નરપતસિંહજી થયા. આ બંને ભાઈઓએ પિતા: છના હાથ નિચે સારી કેળવણી લઈ ઉત્તમ પ્રકારની તાલિમ મેળવી હતી. જેથી પિતાના ગામની જમીન વધારી હતી. અને પિતાના ગામની રિયતના ભણતા છાને મદદ આપતા રહી લાયક બનાવવાનું ધ્યાન પ્રશંશાપાત્ર હતું. ધર્મરક્ત પણ ભારે લાગણીવાળા હતા. ઈ. સન ૧૮૯૮ વિ. સં. ૧૯૫૪ માં બ્રિટિશ સરકાર તરફથી રાયબહાદુર ને ખિતાબ મેળવ્યું. ઈ. સન ૧૯૧૫ વિ. સં. ૧૯૭૧ માં, ૫૧ વર્ષની ઉમ્મરે બીન પુત્રે સ્વર્ગવાસ કર્યો. આ કારણે તેમના જાતુ- છટાભાઈ નરપતસિંહજીને તેમની જમીનદારી વિગેરે મળ્યું. બાબુ સાહેબ રાયબહાદુર ગણપતસિંહજીએ પિતાની જમીનદારીમાં ગણપતગંજ નામે એક ગામ વસાવ્યું. સિદ્ધાચળ, ગિરનાર ને અમિત શિખર વિગેરે તિર્થોની યાત્રા કરી હતી.