________________
ધનપતસિંહજીને કહ્યું કે વાણિયાને જે આખી થાળી આપી છે, તે અમારી કેમને બે અધી થાળી મળવી જોઈએ. અમે આપના ભિક્ષુક છીએ. એટલે ઉદાર દિલના દિલાવર રાયબહાદુર ધનપતસિંહજીએ થાળીઓ મંગાવીને દરેકના બરાબર બે કટકા-ટુકડા કરાવીને કાર વળાવીને બારોટમાં અધી થાળીનું વ્હાણું કર્યું. આ અર્ધી થાળી કેટલાક બારસના ઘરમાં હમણું પણ જોવાય છે. તથા તેનાં નમુનાની એક થાળી (અધ.) તળેટી દહેશ ના કારખાનામાં છે.
ઈ. સન ૧૮૮૭ વિ. સં. ૧૪૭ માં પ્રથમના પત્નિથી જન્મેલા પિતાના મોટા બે પુત્રો રાયબહાદુર ગણુપતસિંહજી, અને નર૫તસિંહજીને જમીનદારને રાજ્યભાગ આપીને અલગ કર્યો. બંને ભાઈઓ ભેગા રહે છે. આ સિવાય તેમના ત્રીજા પુત્ર મહારાજ બહાદુરસિંહજી શ્રીમતી રાણું મેનકુમારીની કુક્ષિથી પુત્રરત્ન થયા, અને રાય બ, બાબુસાહેબ ધનપતસિંહજી મહારાજ બહાદુર સિંહજી ભેગા રહ્યા.
ઈ. સન ૧૮૯૯ વિ. સં. ૧૯૫૨ માં ૫૬ છપન વર્ષ આયુ ભેગવી બહેળું કુટુમ્બ મુકી સ્વર્ગે ગયા. ઈતિ સંપુર્ણ.