________________
(૩) અને વિશસ્થાનક તપ પૂર્ણ વિધિયુક્ત કરી પ્રાંતે તેના વિસ્તારથી ઉજમણું કર્યું. અને માસક્ષમણની મહાન તપ
શ્યા પૂર્ણ થતાં શ્રી સિમંધરજિનની શાશનદેવી પંચાંગુલી એ દર્શન દઈ શાતા પૂછી હતી.
ઉમેદ પૂર્ણ કરવા. એકદા મહેતાકુમારીએ પોતાનું આયુ નજિક જાણીને પિતાના પુત્ર ધનપતસિંહજીને કહ્યું કે “બેટા! તારા પિતાજીએ એક નાજૂક દહેરાસર શ્રી સિદ્ધાચળતિથે ખરત્તરવસતિમાં બંધાવ્યું છે. પણ મારી ઇચ્છા એક ભવ્ય જિનાલય તિર્થરાજમાં બંધાવી ધામધૂમથી મહા મહત્સવપૂર્વક શ્રી આદિશ્વર ભગવાનને અર્પણ કરવા ઉમેદ છે તે જરૂર પૂરી પાડશે.
માતા પ્રત્યે પુત્રને જવાબ. હે પૂજ્ય માતુશ્રી! “આપના આત્માને શાંતિ આપે. શ્રી સિદ્ધાચળજીમાં એક અપૂર્વ જિનાલય બંધાવી શ્રી આદિશ્વર ભગવાનની મનહર પ્રતિમા અંજનશલાકા મહા મહોત્સવપૂર્વક પ્રતિષ્ઠીત કરીશુ.” સાકર ને શેલરિસ જેવા મિણ વચન પુત્રના સાંભળી માતુશ્રી મહેતાબકુમારીની ઉઠકોડરામરાજિ હર્ષવિકવર થતી હતી. ત્યારબાદ ચેડા વખતમાં સમાધિ મરણે સ્વર્ગે ગયા. માતુશ્રીની અંતિમ