________________
ઇષ્ટોપદેશ
શાસ્ત્ર-અધ્યયનનું સાક્ષાત્ અને પરંપરા ફળ
શ્લોક-૫૧
सम्यगधीत्य
धीमान्,
इष्टोपदेशमिति मानापमानसमतां स्वमताद् વિતન્ય । मुक्ताग्रहो विनिवसन्सजने वने વા, मुक्तिश्रियं निरुपमामुपयाति મવ્ય: ।।
ઇષ્ટોપદેશમતિમાન ભણી યથાર્થ, માનાપમાન સમતાથી સહે કૃતાર્થ; નિરાગ્રહી વન વિષે, જનમાં વસે વા, પામે અનુપ શિવસંપદ ભવ્ય તેવા.
-
અન્વયાર્થ [કૃતિ] એવી રીતે [રોપવેશ સભ્ય અધીત્ય] ‘ઇષ્ટોપદેશ’નો સારી રીતે અભ્યાસ કરીને [ીમાન્ ભવ્ય:] બુદ્ધિશાળી ભવ્ય [સ્વમતા[] પોતાના આત્મજ્ઞાનથી [માન અપમાન સમતાં] માન-અપમાનમાં સમતા [વિત] વિસ્તારી, [મુત્તાપ્રજ્ઞ:] આગ્રહ છોડી, [સનને વને વ] નગરમાં કે વનમાં [વિનિવસન] નિવાસ કરતો થકો [નિરુપમાં મુક્ત્તિશ્રિયમ્ ઉપમારહિત મુક્તિરૂપી લક્ષ્મીને [પપયાતિ] પ્રાપ્ત કરે છે.
૫૧
=
અર્થ આ પ્રકારે ‘ઇષ્ટોપદેશ'ને સારી રીતે ભણીને, મનન કરીને, હિત-અહિતની પરીક્ષામાં પ્રવીણ, એવા ભવ્ય જીવો પોતાના આત્મજ્ઞાનથી માન-અપમાનમાં સમતા રાખીને, સર્વ આગ્રહ તજી દઈને, નગર અથવા વનમાં વિધિપૂર્વક રહે છે અને એ રીતે તેઓ નિરુપમ, ઉપમારહિત મુક્તિરૂપી લક્ષ્મીને મોક્ષસુખને પામે છે.