________________
૩૦
- ઈબ્દોપદેશ ઉચ્છિષ્ટ ભોગોમાં જ્ઞાનીને શું સ્પૃહા હોય? –
શ્લોક-30
भुक्तोज्झिता मुहुर्मोहान्मया सर्वेऽपिपुद्गलाः । उच्छिष्टेष्विव तेष्वद्य मम विज्ञस्य का स्पृहा ॥ મોહથી ભોગવી છોડ્યાં, પુદ્ગલો સૌ ફરી ફરી;
હવે એ એઠમાં મારે, જ્ઞાનીને શી સ્પૃહા વળી? અન્વયાર્થ – [નોહીત] મોહથી [સર્વે ]િ બધાય [પુત્રિા :] પુદ્ગલો [[દુ:] વારંવાર મિયા મુક્તોષ્નિાતા:] મેં ભોગવ્યાં, અને છોડી દીધાં. [ઉચ્છિષ રૂવ તેવું ઉચ્છિષ્ટ (એઠા) જેવા તે પદાર્થોમાં [ક] હવે મિમ વિજ્ઞસ્ય] મારા જેવા ભેદજ્ઞાનીને [વા પૃ] શી સ્પૃહા (ચાહના) હોય? અર્થ – મોહથી મેં બધાં જ પુદ્ગલોને વારંવાર ભોગવ્યાં અને છોડ્યાં. ભોગવી ભોગવીને સર્વને મેં છોડ્યાં છે તેથી તે એઠ જેવાં છે. ભેદજ્ઞાનના બળે જેનો મોહ દૂર થયો છે એવા મને એઠની તે વળી સ્પૃહા, ઇચ્છા, અભિલાષા કેવી? અર્થાત્ એ ભોગોની મને હવે ઇચ્છા નથી.