________________
ઈબ્દોપદેશ મોક્ષાર્થીને સ્વર્ગાદિનું સુખ પણ સુલભ હોય છે –
બ્લોક-૪
यत्र भावः शिवं दत्ते द्यौः कियद्दूरवर्तिनी । यो नयत्याशु गव्यूतिं क्रोशार्धे किं स सीदति || આત્મભાવ યદિ મોક્ષ, આપે સ્વર્ગે વિસાત ના;
ક્રોશ બે જે લઈ જાયે, ક્રોશાર્થે થાય મહાત ના. અન્વયાર્થ – ચિત્ર] જ્યાં [માવ:] આત્મભાવ (ભવ્ય જીવોને) [શિવ મોક્ષ [7] આપે છે, ત્યાં) [ઘ] સ્વર્ગ [યિત દૂરવર્તન કેટલું દૂર છે? (કંઈ દૂર નથી, અર્થાત્ નજીક છે). [ચ:] જે મનુષ્ય) ભારને [ભૂતિ) બે કોશ સુધી [ગાશુ] જલદી નિયતિ) લઈ જાય છે, સિ:] તે મનુષ્ય) તે ભારને શિર્વે) અર્ધી કોશ લઈ જતાં [વિ સીવતિ શું થાકી જશે - ખિન થશે? (ના, ખિન નહીં થાય). અર્થ - આત્માને વિષે જે ભાવ મોક્ષ આપવા સમર્થ છે, તેનાથી સ્વર્ગપ્રાપ્તિ તો કેટલી દૂર હોઈ શકે? અર્થાત તે તો સહેજે થઈ શકે. જે ભારવાહક સહેલાઈથી બે કોશ સુધી ભારવહન કરી શકે તે શું અર્ધા કોશ સુધી ભારવહન કરવામાં થાકી જશે? નહીં જ. એટલું તો જરા વારમાં સહેલાઈથી તે લઈ જઈ શકશે.
1thi 5 '
3
''
-