________________
અર્થ
જો સ્વસ્થ અંતઃકરણને વિષે શીતળતા થાય તો આ જગતમાં જે પ્રાપ્ત થયેલ તે જ રાજ્યને રાજ્ય કહેવું, પ્રાપ્ત થયેલા તે જ ધનને ધન કહેવું, તે જ તપને તપ કહેવું અને પ્રાપ્ત કરેલી તે જ કળાને કળા કહેવી. પરંતુ જો એમ ન હોય તો એટલે કે ચિત્તની સ્વસ્થતા અને શીતળતા પ્રાપ્ત ન થાય તો આ સર્વ રાજ્યાદિક ફોગટ છે એમ હું માનું છું. ભાવાર્થ. संसार
આ કાવ્યમાં કર્તા એમ બતાવવા માંગે છે કે
રાજ્ય, ધન, તપાસ કળા તેની પ્રાપ્તિ આ જીવ પોતાના
=
આત્માની સ્વસ્થતાને
શાંતિને માટે ઇચ્છે. છે. રાજ્ય કે ધન
-
મળ્યું પણ તેથી તૃપ્તિ થઈ નહીં કે શાંતિ પ્રાપ્ત થઈ નહીં, અન્ય ઉપાધિઓએ રાજ્ય કે ધનની પ્રાપ્તિને ઊલટી દુઃખમય કરી મૂકી તો પછી તે પ્રાપ્તિ શા કામની? તેમજ તપસ્યા કરી પણ ચિત્તની સ્વસ્થતા જળવાણી નહીં - ક્રોધનો ઉદ્ભવ થયો, પારણે કે ઉત્તર પારણે આહા૨ની તીવ્ર ઇચ્છા જાગી તો પછી તે તપ શા કામનું? તેનું વાસ્તવિક ફળ તો મળ્યું નહીં તેમજ કોઈ પ્રકારની કળા મેળવી, તેના ફળ તરીકે પુષ્કળ દ્રવ્યપ્રાપ્તિ થવા લાગી, પરંતુ તેથી ચિત્તનું સાંત્વન થયું નહીં તો પછી તે કળા પ્રાપ્ત કરી શા કામની? જગતના જીવો જે જે વસ્તુઓ મેળવવા ઇચ્છે છે, તે શાંતિ-સુખ-સ્વસ્થતા વગેરેની પ્રાપ્તિ માટે ઇચ્છે છે. જે કારણ સેવવાથી કાર્યનિષ્પત્તિ ન થાય તે કારણ સેવના૨માં કાંઈક ખામી છે. જો વાસ્તવિક કારણ હોય અને વિધિપૂર્વક તેની સેવા થાય તો તેથી કાર્યસિદ્ધિ થવી જ જોઈએ. પરંતુ રાજ્ય કે ધન મળ્યા છતાં ઊલટી તૃષ્ણા વધે, અન્ય ઉપદ્રવ કરનારાઓ વધે અને તપસ્યા કર્યા છતાં ઊલટો ક્રોધ વધે - તપનું અજીર્ણ થાય અને કોઈ સારી કળા પ્રાપ્ત કર્યા છતાં પ્રમાદ વધે અથવા બીજું વિઘ્ન આવે તો પછી તે તે વસ્તુની પ્રાપ્તિ નિષ્ફળ થાય છે. માટે રાજ્ય કે ધનની પ્રાપ્તિ