________________
શ્લોક-૨૩ અર્થ – જીવ જ્યાં સુધી આત્માના જ્ઞાનામૃતરૂપ રસમાં પરમાનંદરૂપ સુખને જાણનાર થયો નથી, ત્યાં સુધી જ તે વિવાદી અને લોકરંજક હોય છે, કારણ કે આ જગતમાં શ્રેષ્ઠ એવા ચિંતામણિ રત્નને પામીને કયો માણસ દરેક મનુષ્યને કહેતો ફરે છે? ભાવાર્થ – અધૂરો ઘડો જ છલકાય છે અને પોલી વસ્તુ જે અવાજ આપે છે; તેમ જેઓ સાંસારિક સુખને જ સુખ માની બેઠા હોય છે, આત્મિક સુખનો આસ્વાદ જેમણે લીધેલો હોતો નથી તેઓ જે અનેક પ્રકારના વાદવિવાદો કરે છે અને લોકોને રીઝવવાના પ્રયત્નો કર્યા કરે છે. પરંતુ એક વાર જરા પણ આત્મિક સુખનો આસ્વાદ લીધો અને તેમાં જો લીન થવાપણું બન્યું તો પછી બીજી તમામ ક્રિયાઓ તજી દઈને તેને સંપૂર્ણાશે મેળવવાનો જ પ્રયત્ન આદરે છે, કારણ કે જ્યાં સુધી ચિંતામણિ રત્નની પ્રાપ્તિ થઈ ન હોય ત્યાં સુધી જ પ્રાણી અન્ય ખાણોમાં બીજાં સામાન્ય રત્નો - જવાહિરો શોધવા પ્રયત્ન કરે છે અને તેવી પ્રાપ્તિથી આનંદ માને છે; પરંતુ ચિંતામણિ રત્નની પ્રાપ્તિ થઈ એટલે પછી બીજી અપેક્ષામાત્ર રહેતી નથી. તેમજ જો અમુક પ્રકારે - અમુક પ્રયત્ન ચિંતામણિ રત્ન પ્રાપ્ત થશે એમ સમજાય તો પછી પ્રાણી બીજા બધા પ્રયત્નો છોડી દઈ તેમાં જ મચે છે. તે જ પ્રકાર આત્મિક સુખ માટે સમજવો.
વળી, ચિંતામણિ રત્નની જેને પ્રાપ્તિ થઈ હોય છે તે પછી જેમ જ્યાં ત્યાં તે વાત કહેવા જતો નથી, પોતે જ તજ્જન્ય સુખનો નિશ્ચિતપણે અનુભવ કરે છે; તેમ આત્મિકે સુખની પ્રાપ્તિવાળા મનુષ્યો પણ પછી અન્ય જનોને રંજન કરવાનો કે બીજો વૃથા પ્રયત્ન કરતા જ નથી, કેમ કે તેમને જે મેળવવું હતું તે મળી ગયું પછી કૃતકૃત્ય પ્રાણી શા માટે
Er