________________
શ્લોક-૧૩
૪૭
અર્થ જે કાર્ય કરવાથી સુખ તો લેશમાત્ર પ્રાપ્ત થાય અને દુ:ખના અનુબંધનો અંત આવે નહીં તથા મ૨ણ પર્યંત મનને તાપ થાય તેવું કાર્ય મૂર્ખ માણસ પણ કરતો નથી. (તો. પછી વિદ્વાન તો કરે જ શી રીતે?)
-
ભાવાર્થ કેટલાંક અધમ કાર્ય ડાહ્યામાં ખપતા, સમજુ ગણાતાં, ધર્મી તરીકે ઓળખાતા, જ્ઞાનીપણાનો ડોળ ધરાવતા
એવા મનુષ્યો પણ કર્મના વશે કેટલીક વખત કરે છે, તેમનાથી થઈ જાય છે કે જે જોઈને અન્ય સુજ્ઞ મનુષ્યના હૃદયમાં વિચાર થાય છે કે આ શું! આવું કનિષ્ટ કાર્ય આ માણસથી કેમ થયું હશે? આવું અધમ કાર્ય આ સમજુ માણસે કેમ કર્યું હશે? પરંતુ તે વખતે વિચારવું કે એવું કાર્ય તેનાથી થવાનાં મુખ્ય બે કારણો છે. એક તો કર્મના પરવશપણાથી. - કર્મનો તીવ્ર ઉદય થાય ત્યારે ખરો-સમજુ પણ છક્કડ ખાઈ જાય છે. આ તો માફ થઈ શકે તેવી બાબત છે. પરંતુ બીજું કારણ એ છે કે તેવા ડાહ્યા, સમજુ, ધર્મ કે જ્ઞાની કહેવાતા મનુષ્યો વાસ્તવિક ડાહ્યા, સમજુ, ધર્મ કે જ્ઞાની હોતા નથી; માત્ર દંભ વડે જ તેવા ઉપનામ મેળવેલ હોય છે. આવા મનુષ્યોનાં તેવાં કૃત્યો માફ કરવા લાયક નથી. ગ્રંથકાર કહે છે કે તને સુખની ઇચ્છા તીવ્ર છે તો ભલે તું સુખી થાય તેવું કાર્ય ક૨, પણ જે કાર્ય કરવાથી સુખ તો અતિ અલ્પ થાય, અલ્પકાલીન થાય અને તેને પરિણામે દુઃખ એટલું બધું અને દીર્ઘકાલીન થાય કે તેની ગણના પણ થઈ શકે નહીં. વળી, જે છૂપું પાપ એવું હોય કે જે કર્યા પછી તેનો ડંખ હૃદયમાંથી... મરણ પર્યંત ખસે જ નહીં, હૃદય ડંખ માર્યા જ કરે તેવું પાપ સમજુ માણસ કદી પણ કરે નહીં. દૃષ્ટાંત તરીકે પરસ્ત્રીલંપટ મનુષ્યોથી થતાં તેમજ તીવ્ર લોભી અથવા તીવ્ર ક્રોધી મનુષ્યોથી થતાં છૂપાં પાપો કે જે પરિણામે તો પ્રસિદ્ધ થયા વિના રહેતાં
-