________________
વર્ણવતપરાયણ પ્રામાણિક બનો !
૪૪
હૃદયપ્રદીપ અર્થ – તને પારકાના દોષ જોવાથી શું કાર્યફળ છે? અને તને પારકી ચિંતા કરવાથી શું ફળ છે? હે બાલબુદ્ધિવાળા! તું તારું પોતાનું જ કાર્ય કર અને બીજું સર્વ છોડી દે! ફોગટ ખેદ શું કામ કરે છે? ભાવાર્થ – હે ભવ્ય પ્રાણી! તારે પારકા દોષ જોવા સાથે અથવા અન્ય કોઈ ધર્મકાર્ય કરતો ન હોય, પરમાર્થ કરતો ન હોય, પરોપકારપરાયણ ન હોય, ધર્મક્રિયાથી પરાભુખ હોય, તત્ત્વ સમજવામાં પ્રમાદી હોય, એટલું જ નહીં પણ તત્ત્વજ્ઞ મહાપુરુષો સાથે ઊલટો તેષ વહન કરતો હોય, ધર્મીજનોના અવર્ણવાદ બોલતો હોય, નીતિપરાયણતાનો ડોળ કરતો હોય છતાં અનીતિપરાયણ હોય, પરોપકારની વાત કરતો હોય છતાં સ્વાર્થપરાયણ હોય, પ્રામાણિકપણાની વાત કરતો હોય છતાં પરવચનામાં પ્રવીણ હોય, ધર્મીનો ડોળ કરતો હોય છતાં ધર્મને તો ઓળખતો જ ન હોય, આવાં અને સાંસારિક કાર્યોમાં, કુટુંબના પ્રતિપાલનમાં, દ્રવ્ય ઉપાર્જન કરવામાં અને લોકમાં મિથ્યા કીર્તિ સંપાદન કરવામાં તત્પર હોય તેવા પ્રાણીનાં કાર્યાકાર્ય પ્રત્યે લક્ષ આપવાની તારે કિંચિત્ પણ જરૂર નથી. તેની ચિંતા તારે કરવા યોગ્ય નથી, કેમ કે અન્યનાં કાર્યથી તને લાભ કે હાનિનો અલ્પ પણ સંભવ નથી. એવું જોઈને કદી તને પ્રશસ્ત ખેદ થતો હોય તો તે પણ નિષ્ફળ છે, કારણ કે તારા ખેદ કરવાથી તેવા મનુષ્યો કાંઈ સુધરતા નથી, લાઈન પર આવતા નથી. તેઓ તો કરતા હોય તેમ કર્યા જ કરે છે. માટે એવા વ્યર્થ ખેદાદિ તજી દઈને તું તારા આત્માનાં હિતાહિતનો જ વિચાર કર અને જેથી આત્મહિત થાય તેવું કાર્ય કર, કેમ કે એ ચિંતા કાર્યસાધક છે. જે ચિંતા કાર્યસાધક ન હોય તેવી ચિંતા ઉત્તમ પુરુષો કરતા જ નથી. જો કે એવી વિચિત્રતા જોઈને કેટલીક વખત ઉત્તમ પુરુષોને
કાર્યથી છે. તે પ્રશસ્ત અફવાથી તેવા
કરતા હોય તે