________________
૩૮
હૃદયપ્રદીપ
અર્થ
સંસારનાં દુઃખોથી કદર્થના પામતો જીવ મોહરૂપી અંધકારથી વ્યાપ્ત આ સંસારમાં ત્યાં સુધી પરિભ્રમણ કરે છે કે જ્યાં સુધી વિવેકરૂપી સૂર્યના મહાન ઉદય વડે યથાર્થ સત્યપણે આત્માનું સ્વરૂપ તે જોતો નથી.
ભાવાર્થ
આ જગતમાં મોહ અને વિવેક એ બન્ને ખરેખરા એકબીજાના પ્રતિસ્પર્ધી છે. મોહ વિવેકને ભુલાવે છે અને વિવેક આવે છે કે મોહ નાશ પામે છે. આ પ્રાણીને સંસારમાં પરિભ્રમણ કરવાનું કારણ મોહ છે અને તેમાંથી છૂટવાનું ઊંચા આવવાનું કારણ વિવેક છે. વિવેકરૂપ સૂર્યનો ઉદય થાય છે ત્યારે જ પ્રાણી પોતાના આત્મસ્વરૂપને જોઈ શકે છે, તે સિવાય આત્મસ્વરૂપનો બોધ થઈ શકતો નથી અને આત્મસ્વરૂપ યથાર્થ સમુજાયા સિવાય મોહ ખસતો નથી. એમને પરસ્પર કાર્ય-કારણભાવ વર્તે છે. વળી મોહનો નાશ થાય ત્યારે જ સાંસારિક દુઃખોની કદર્થના નાશ પામે છે, તે સિવાય નાશ પામતી નથી. સાંસારિક દુ:ખોનું કારણ જ મોહ છે. સંસારનાં સર્વ દુઃખો મોહજન્ય જ છે. મોહ વડે જ તે તે દુઃખોને આ પ્રાણી દુઃખરૂપ માને છે. વિવેક જાગૃત થયા પછી તે તે દુઃખોને આ પ્રાણી દુઃખરૂપ માનતો નથી પણ વસ્તુસ્વભાવ તરફ જ તેની દૃષ્ટિ જાય છે. એટલે દુઃખને દુઃખરૂપ ન માનતાં, ઊલટું કેટલીક વખત કર્મનિર્જરાનું કારણ માની સુખ તરીકે ગણી લે છે. આ બધી મોહ અને વિવેકની જ કૃતિ છે. તેથી ઉત્તમ જીવોએ તે બન્નેને પણ બરાબર ઓળખી મોહને તજવા અને વિવેકને સ્વીકારવા યત્નશીલ થવું. આ કાવ્યમાં ખાસ એ રહસ્ય રહેલું છે.
-
Explanation Man is tortured by worldly miseries as he is drowned in the darkness of delusion. Delusion is the root cause of a man's worldly
-