________________
શ્લોક-૯-.
અર્થ - જો અનિત્યપણાની પ્રતીતિ થઈ હોય અને ગુરુના પ્રસાદથી તત્ત્વની દઢ શ્રદ્ધા થઈ હોય તો તે આત્મા વસ્તીમાં અને વનમાં સર્વત્ર સુખી જ હોય છે અને જો અનિત્યપણાની પ્રતીતિ અને તત્ત્વશ્રદ્ધા ન થઈ હોય તો વનમાં અને વસ્તીમાં પણ તે આત્મા દુઃખી જ હોય છે. ભાવાર્થ – આ પ્રાણી નિરંતર સુખનો અર્થ છે અને દુઃખથી ત્રાસ પામે છે, પરંતુ સુખ-દુઃખના હેતુને યથાર્થ ન ઓળખવાથી તેને ખરું સુખ પ્રાપ્ત થતું નથી અને દુઃખનો નાશ થતો નથી. પ્રાણીને દુઃખનું કારણ આ સંસારના પદાર્થો અને સ્વજનાદિ કે જે અનિત્ય છે તેને નિત્ય માની બેસે છે તે જ છે, કારણ કે અનિત્ય પદાર્થો તેની સંયોગસ્થિતિ પૂર્ણ થયે
જ્યારે તેનાથી વિખૂટા–પડે છે અથવા નાશ પામે છે ત્યારે તેને નિત્ય માનનાર મુગ્ધ મનુષ્ય દુઃખ પામે છે, રુદન કરે છે, દિલગીર થાય છે અને કેટલીક વખત તો બીજાં દુ:ખોને ઉદીરે છે અને વખતે પ્રાણ પણ ત્યજી દે છે. આટલા માટે જ શાસ્ત્રકાર કહે છે કે જો આ જીવને અનિત્યતાની પ્રતીતિ થઈ હોય અને તત્ત્વનિષ્ઠા એટલે વસ્તુસ્વભાવની યથાર્થ ઓળખાણ થઈ હોય, જે વસ્તુ જે સ્વભાવવાળી હોય તે બરાબર સમજાયેલ હોય તો પછી તેને વનમાં કે ઘરમાં, વસ્તીમાં કે ઉજ્જડમાં, મહેલમાં કે સ્મશાનમાં સર્વત્ર સુખીપણું જ છે. તે દુઃખીપણું ક્યારે પણ સ્વીકારતો જ નથી. તે તો વસ્તુસ્વભાવને જ ગષ્યા કરે છે. આવી તત્ત્વનિષ્ઠા ગુરુકૃપા વિના થતી, નથી, આ વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે. જે પ્રાણીને એવી અનિત્યતાની પ્રતીતિ અને તત્ત્વનિષ્ઠા થયેલી હોતી નથી તેવો પ્રાણી વનમાં કે જનમાં, વસ્તીમાં કે ઉજ્જડમાં, બગીચામાં કે અરણ્યમાં સર્વત્ર દુઃખી જ રહે છે. કદાચિત્ અલ્પ સમય તે સુખી દેખાય છે પણ તે સુખીપણું ક્ષણિક છે. કંઈ પણ