________________
૩૦
હૃદયપ્રદીપ અર્થ – કોનું ધન વિનાશને નથી પામ્યું? અને કયા દરિદ્રીઓ ધનવાન થયેલા નથી જોયા? દુઃખના એકમાત્ર હેતુભૂત એવી ધન વિષેની અતિ તૃષ્ણાને છોડીને (જ) માણસ સુખી થાય છે એમ મારો વિચાર છે. . ભાવાર્થ – આ કાવ્યમાં કર્તાએ આપેલી સલાહ બહુ કિંમતી છે. ધનવાન કે નિર્ધન થવું તે ભાગ્યાધીન છે, અર્થાત્ લાભાંતરાયના ક્ષયોપશમથી પ્રાણી ધનવાન થાય છે અને લાભાંતરાયનો બંધ કરવાથી નિધન થાય છે. પરંતુ તૃષ્ણા અત્યંત રાખવી અને તેને અંગે અનેક પ્રકારનાં છળ, પ્રપંચ, ઠગાઈ, અપ્રામાણિકપણું કરવું અથવા અનેક પ્રકારના પાપારંભનાં - મોટી હિંસાનાં કારણો જોડવાં તે તો પરભવમાં અવશ્ય નિર્ધનપણું જ આપનાર છે, કેમ કે એ બધાં કાર્યો લાભાંતરાયનો બંધ કરાવનાર છે. કર્તાની આ સલાહ દ્રવ્ય તજી દેવાની નથી, પણ તેને મેળવવા માટે અને રક્ષણ કરવા માટે જે અત્યંત લાગણી ધરાવવી તે તૃષ્ણા કહેવાય છે, એવી અતિ તૃષ્ણા તજી દેવા માટે આ કાવ્યમાં ઉપદેશ કરવામાં આવ્યો છે. Explanation – Wealth is considered to be a major source of pleasure. This pleasure is very momentary since wealth increases or decreases with fluctuating fortune. Man, therefore ought to give up his excessive thirst for wealth.