________________
શ્લોક-૫
૨૩
તેમજ આપ્ત પુરુષોનાં હિતકારી વચનો સાંભળવાથી જ સફળ થવાની છે. આપણને પ્રાપ્ત થયેલી નેત્રેન્દ્રિય વિકારર્દષ્ટિએ અનેક પ્રકારનાં સ્ત્રી-પુરુષ આદિનાં રૂપ જોવાથી સફળ થતી નથી, પણ જિનેશ્વર ભગવાનની તથા મહાત્મા પુરુષોની શાંત મુદ્રાઓ જોવાથી તેમજ શાસ્ત્રોનું અવલોકન કરવાથી અને ઈર્યાસમિતિ શોધવાથી સફળ થાય છે. આપણને મળેલી ઘ્રાણેન્દ્રિય સ્વાર્થને માટે વિષયાસક્તિથી પુષ્પ આદિ પદાર્થો સૂંઘવાથી સફળ થતી નથી, પણ પ્રભુભક્તિ અગર ગુરુભક્તિને માટે અગર જીવદયા પાળવા નિમિત્તે પુષ્પો, આહાર તેમજ, ઝોળીમાં બાંધેલાં પાત્રાં આદિ સૂંઘવાથી થાય છે. આપણને મળેલી રસનેન્દ્રિય અનેક પ્રકારનાં ભોજનોનો સ્વાદ લઈ વિષયાસક્ત થવાથી કે અવર્ણવાદ બોલવાથી સફળ થતી નથી, પણ કલ્પ્ય-અકલ્પ્ય આદિક વસ્તુઓની પરીક્ષા કરવાથી તેમજ સ્વાધ્યાય અને ગુણીઓના ગુણનું ઉત્કીર્તન કરવાથી સફળ થાય છે. સ્પર્શેન્દ્રિય પણ સ્ત્રીઓનું આલિંગન કરવાથી અગર વિષયસેવન કરવાથી કે અનુપયોગપણે ચાલી જીવનાશ કરવાથી સફળ થતી નથી, પણ ઉપયોગ સહિત ચાલી સ્પર્શ દ્વારા કોઈ પણ જીવ હોય, તો તેને જાણી, તેનો બચાવ કરવાથી તેમજ ગુરુમહારાજાની વિશ્રામણાદિક કરવાથી સફળ થાય છે. મનોઇન્દ્રિય પણ બીજાઓનું માઠું ચિંતવવાથી સફળ થતી નથી, પણ શાસ્ત્રોનું રહસ્ય તથા સર્વ પ્રાણીઓનો ઉપકાર કેમ થાય તે ચિંતવવાથી સફળ થાય છે. આ પ્રકારે શરી૨ જ્ઞાનીઓને તો કેવળ મોક્ષના જ હેતુભૂત થાય છે. “ને આસવા તે પરિસવા ।" જેટલાં જેટલાં મોહી જીવોને કર્મ બાંધવાનાં સાધન છે, તેટલાં જ અર્થાત્ તેને તે જ તત્ત્વજ્ઞાનીઓને મોક્ષ સાધવાનાં સાધન છે. માટે મોક્ષના અર્થ પ્રાણીઓએ પ્રાપ્ત થયેલા દરેક બાહ્ય સાધનનો શુભ ઉપયોગ જ કરવો ઉચિત છે; પણ વિનાશી શરીરનું પોષણ કરવામાં તત્પર રહેવું ઉચિત