________________
૨૨
હ્રદયપ્રદીપ
અર્થ
સંસારી જીવોને આ શરીર ભોગને માટે થાય છે અને જ્ઞાનીઓને (ત્યાગીઓને) એ જ શરીર જ્ઞાનને માટે થાય છે; કારણ કે આ વિષયો જેમને સમ્યગ્નાનથી વિષરૂપ થયા છે, તેઓને આ મૃતક જેવા શરીરની પુષ્ટિથી શું?
=
ભાવાર્થ એક જ શરીર કયા કયા પ્રાણીઓને કેવાં કેવાં સુખ-દુઃખના સાધનભૂત થાય છે, તે બતાવે છે
-
-
સંસારી પ્રાણીઓ શરીરને ભોગને માટે કલ્પી તે દ્વારા તેનું સફળપણું કરવા માગે છે અને જ્ઞાનીઓ કેવળજ્ઞાનના સાધનભૂત તે શરીરને કલ્પી તેનું સફળપણું કરવા ઇચ્છે છે. જો સ્વ-પરવિવેચન કરવાથી વિષયસુખો વિષની તુલ્ય ભાસ્યાં હોય તો પછી આ જડ શરીરની પુષ્ટિથી શું પ્રયોજન હોય? કંઈ પણ નહીં..
જે શરીરને પ્રાણીઓ અતિ પ્રયત્ન કરી પુષ્ટ કરવા ઇચ્છે છે, તે જ શરીર મરણ પછી કેવલ ભસ્મરૂપ અગર માટીરૂપ થઈ જવાનું છે તેનો તેમને ખ્યાલ પણ હોતો નથી. જેમ ભાડાનું ઘર હોય છે અને વળી તે અચાનક મૂકી દેવું પડશે એવો સંભવ હોય છે તો વિચક્ષણ માણસો કદી તેની સારસંભાળ કરવાનો અતિ પ્રયાસ લેતા નથી, તેમ આ શરીર કઈ વખતે મૂકવું પડશે તેની ખાતરી તો પ્રાણીઓને હોતી નથી, તો પછી તે શરીરને પુષ્ટ કરવા અનેક પ્રકારના આરંભો કરવા તત્પર થવું, વળી અનંતા કાળે પણ પ્રાપ્ત થવી . દુર્લભ એવી જે મનુષ્યજિંદગી તેનો સર્વથા ભોગ આપવો અને તે મનુષ્યજિંદગી દ્વારા સધાતા આત્મકલ્યાણનો કંઈ પણ વિચાર ન કરવો એ કેટલું બધું શોચનીય છે! આપણને જે શ્રોત્રેન્દ્રિય મળેલી છે તે પરના અવર્ણવાદ અગર કામવિકારાદિનાં શાસ્ત્રો સાંભળવાથી સફળ થવાની નથી; પણ જિનેશ્વર ભગવાન તથા સિદ્ધ ભગવાન તથા મુનિમહારાજાદિના ગુણગ્રામ સાંભળવાથી