________________
૯૮
* હદયપ્રેદીપત અર્થ – દુર્લભ એવી આઠે અણિમાદિક સિદ્ધિઓ, દુર્લભ એવું રસાયણ, અદૃશ્યાદિક અંજૂન, ધાતુવૌદ વાને વશીકરણાદિક
૬૩. નારાજ મત્રો, સંમાધિયોગો - આ બધુંય ચિત્ત પ્રસંનો યારે ઝેરરૂપ લાગે છે.
ભાવાર્થ – જ્યાં સુધી આ પ્રાણીને ખરી ચિત્તપ્રસન્નતા પ્રાપ્ત થઈ નથી ત્યાં સુધી જ તે તેની પ્રાપ્તિને માટે સિદ્ધિ, રસાયન, અંજન, ધાતુવૃંદ, ધ્યાન, મંત્ર, સમાધિ અને યોગ વગેરેની ચાહના કર્યા કરે છે. તેને મેળવવા માટે અનેક પ્રકારના પ્રયત્નો કરે છે. અનેક યોગી પુરુષોની સેવા કરે છે, દેશાંતર પરિભ્રમણ કરે છે, પ્રયાસ કરવામાં બાકી રાખતા નથી; પરંતું જ્યારે ખરેખરી ચિત્તની પ્રસન્નતા પ્રાપ્ત થઈ, અર્થાત્ જ્યારે ભાવી અણગારની - અપ્રમત્ત મુનિની સ્થિતિ પ્રાપ્ત થઈ, સચ્ચિદાનંદ સ્વરૂપ જે કેવળજ્ઞાન તેની પ્રાપ્તિ નજીક જણાણી, ત્યારપછી ઉપર કહેલ અષ્ટ સિદ્ધિ અને નવ નિધિ વગેરે સર્વ તેને વિષ જેવાં ત્યાજ્ય લાગે છે. અહીં તેને માત્ર ત્યાજ્ય ન કહેતાં વિષ જેવાં ત્યાજ્ય એટલા માટે કહ્યાં છે કે તે સર્વ વસ્તુઓ તેને અહિતકારી લાગે છે, આવશ્યકતા વિનાની લાગે છે અને તે મેળવવાનો પ્રયત્ન કરવા જતાં આત્માનું ખાસ કર્તવ્ય ભૂલી જવાય એમ લાગે છે. તેથી તે સર્વ મેળવવાના પ્રયત્નને તજી દઈને ચિત્તની પ્રસન્નતા પ્રાપ્ત કરવા ઇચ્છનાર મનુષ્ય આત્મસ્વરૂપની વિચારણા કરવી - તેમાં રમણ કરવું તે જ પસંદ કરે છે, તે જ તેને જરૂરનું લાગે છે અને તેમાં જ તે લીન થાય છે. તે સમજે છે કે આ સિદ્ધિઓ, રસાયન, અંજનાદિ સર્વ પદાર્થો માત્ર ઐહિક સુખના આપવાવાળો છે અને તે પણ અનિશ્ચિત છે તો તેને માટે પ્રયાસ ન કરતાં જેથી પરભવમાં અવિનાશી સુખ પ્રાપ્ત થાય તેને માટે જ પ્રયત્ન કરવો એ યોગ્ય છે. સુજ્ઞ જનોનું એ જ કર્તવ્ય છે.
siste a AO ESA REZU 294 52