________________
1,
,
5
|
|
- - - "MATTU
. 500 જમ & Co - A ૧ જાગ ૯૫ "ઈમૂનોલય જેવો બીજો કોઈ વીગ નથી, તત્ત્વના અર્થની વિચારણા જેવું બીજું કોઈ જ્ઞાન નથી, સમાધિના સુખ જેવું બીજું કોઈ સુખ નથી. સંસારને વિષે આ ત્રણ જ સારભૂત છે ભાવાર્થ – સંસારમાં આસક્ત મનુષ્યોએ સંસારમાં સારભૂત એક દ્રવ્ય અને બીજી સ્ત્રી એ બે જ શોધી કાઢેલ છે. તેથી આગળ વધીને મધ્યમ વર્ગના મનુષ્યો દેશસેવા, જનસેવા, કીર્તિ વગેરેને પણ સારભૂત - કર્તવ્ય તરીકે લેખવે છે; પરંતુ ઉત્તમ પુરુષો તો આ મનુષ્ય જિંદગીનો સાર તેના વડે યોગ, જ્ઞાન અને સુખ એ ત્રણ મેળવવાં તે જ ગણે છે. અહીં પ્રશ્ન થાય કે યોગ શું? જ્ઞાન શું? અને સુખ શું? કારણ કે યોગ, જ્ઞાન અને સુખના સંબંધમાં પણ જુદી જુદી અનેક તરેહની માન્યતા હોય છે. તેવી માન્યતાઓના દોહન તરીકે, રહસ્ય તરીકે, સાર તરીકે આ કાવ્યકાર કહે છે કે – મનનો જે લય કરવો - તેને અશુભ વિચારણા કરતું તદ્દન રોકી દઈને આત્મામાં - આત્મવિચારણામાં જ લીન કરી દેવું તે ખરેખરો યોગ છેજ્ઞાન તત્ત્વાર્થની વિચારણા કરવી તે જ છે, એટલે આ જગતમાં તાત્ત્વિક પદાર્થો શું શું છે અને તેનું વાસ્તવિક સ્વરૂપ શું છે તેની વિચારણા કરવી - તે સંબંધી નિર્ણય કરવો તે જ ખરેખરું જ્ઞાન છે. અન્ય ભૂગોળ-ખગોળાદિનું કે ઇતિહાસાદિનું જ્ઞાન નિરર્થક છે અથવા તે સર્વ તત્ત્વાર્થવિચારણામાં અંતર્ભાવ પામે છે એમ સમજવું; અને સમાધિજન્ય- સુખ ઉપરાંત બીજું સુખ નથી, અર્થાત્ જેમાં આત્માને શાંતિ-સમાધિ-સમભાવ પ્રાપ્ત થાય, જેમાં વિષય-કષાયાદિની પ્રવૃત્તિ ન હોય એવું જે સુખ તે જ ખરું સુખ છે. વિષય-કષાયજન્ય સુખ માત્ર માન્યતારૂપ જ છે. તે સુખ અનિશ્ચિત, વિનશ્વર અને ક્ષણિક છે, તેમજ તે સુખને અંગે જુદી જુદી માન્યતા હોય છે અને સમાધિસુખને તો સર્વ એકમતે સુખ કહે છે. તેથી ઉપર જણાવ્યાં તે જ યોગ,