________________
૨.
હૃદયપ્રદીપ અર્થ – જે ઘણાં પ્રાણીઓએ આ ત્રણ લોક જીત્યા છે, તેઓ પણ મનનો જય કરવામાં શક્તિમાન થયાં નથી. તે કારણ માટે આ જગતમાં મૂનના જયની પાસે ત્રણ લોકનો વિજય તૃણ સમાન છે એમ મહાત્માઓ કહે છે. ભાવાર્થ – આ કાવ્યમાં કર્તાએ ખરેખરી આવશ્યકતા મનનો જય કરવાની બતાવી છે અને તે ખરેખરી વાત છે, કારણ કે મન પર્વ મનુષ્યા રપ વંધમોક્ષયોઃ | મન જ આ પ્રાણીને સંસારમાં પરિભ્રમણ કરાવનાર છે અને મન જ આ સંસારનો પાર પમાડી મોક્ષમાં લઈ જનાર છે. જો કે આ વાક્યરચના ખરી રીતે વિચારતાં ઔપચારિક છે, કારણ કે મનનો સ્વામી તો આ આત્મા પોતે છે. મન તો તેને તાબેદાર છે, પરંતુ કેટલીક વખત જેમ નોકર, મુનીમ અથવા દીવાન ઘરના, દુકાનના કે રાજ્યના માલિક જેવા માથાભારે થઈ પડે છે અને ઘર, દુકાન કે રાજ્યના માલિકને પોતાને આધીન કરી દે છે - પોતે જેમ નચાવવા ધારે તેમ તેને નચાવે છે, તેવી સ્થિતિ આ આત્માની થઈ પડી છે. અજ્ઞાનદશાના તેમજ સાંસારિક સુખની આસક્તિના યોગે આ પ્રાણી મનને આધીન થઈ ગયેલો છે, તેથી તે જેમ નચાવે તેમ આ પ્રાણી નાચે છે. તેથી કાવ્યકાર કહે છે કે – હે બંધુ! ચક્રવર્તીપણું મેળવવા કરતાં અને ઇન્દ્રનું સામ્રાજ્ય પ્રાપ્ત કરવા કરતાં મુશ્કેલ કાર્ય મનનો જય કરવો તે છે, તેથી બીજું સર્વ છોડી દઈ મનનો જય કરવાનો પ્રયત્ન કર. મન જિતાણું એટલે સર્વ જિતાણું. કહ્યું છે કે - “મન સાધ્યું તેણે. સઘળું સાધ્યું, એહ વાત નહીં ખોટી;' આ કાવ્યમાં તો ગ્રંથકાર ત્રણ જગતના જય કરતાં પણ મનોજયને વિશેષ કહે છે અને મનના જય વડે જ મોક્ષની પ્રાપ્તિ થવાનું સૂચવે છે. આ હકીકત અક્ષરશઃ સત્ય છે અને અનુભવસિદ્ધ છે, જેથી એ વિષયમાં વધારે લખવાની