________________
શ્લોક-૨૭
૮૯ અર્થ – આ સંસારમાં પાપકર્મથી જીવ એકલો જ નરકમાં જાય છે, પુણ્યકર્મથી એકલો જ સ્વર્ગમાં જાય છે, પુણ્ય-પાપના સમૂહનો સદંતર નાશ થવાથી એકલો જ મોક્ષમાં જાય છે. આ જગતમાં સંગથી નિશે સુખ પ્રાપ્ત થતું નથી, બીજા કોઈ વડે કાર્યની સિદ્ધિ થતી નથી; તેથી હંમેશાં આત્માનંદરૂપ સુખે કરીને પૂર્ણ એવા યોગીજન એકલા જ વિચારે છે. ભાવાર્થ – આ જગતના જીવો જો કે અન્યના સંગને - સાથને ઈચ્છે છે, પરંતુ વાસ્તવિક વિચાર કરતાં કોઈની સંગતિ , પરિણામે કામ આવતી નથી, કેમ કે ખરેખરી મિત્રાઈ હોય તો આ ભવમાં તો કદી તે મિત્ર આપણી સાથે રહે છે, પરંતુ આયુ પૂર્ણ થયે પરભવમાં જવું પડે છે ત્યારે કોઈ સાથે આવતું નથી - આવી શકતું નથી, કારણ કે ગતિ તો પોતપોતાનાં પુણ્ય કે પાપને અનુસારે થાય છે. આ ભવમાં સત્કાર્યો કરવા વડે જો પુણ્ય સંપાદન કર્યું હોય છે તો દેવાદિ સદ્ગતિની પ્રાપ્તિ થાય છે અને જો હિંસા, અસત્ય, પરદારનગમનાદિ અકાર્યો વડે પાપનો સંચય કર્યો હોય છે તો નરકાદિ દુર્ગતિમાં એકલા જવું પડે છે અને ત્યાંનાં અસહ્ય દુઃખો એકલા સહન કરવાં પડે છે. કદી કોઈ સચ્ચારિત્રવાન જીવ કર્મ ક્ષય કરવાને જ ઉદ્યમવંત થાય અને સર્વ કર્મોને ખપાવી દે તો તે મોક્ષે પણ એકલો જ જાય છે, તેમાં કોઈના સાથની અપેક્ષા નથી અને કોઈ સાથે આવી શકતું પણ નથી. એટલા માટે શાસ્ત્રકાર કહે છે કે “હે ભાઈ! કોઈના સંગની આ જગતમાં અપેક્ષા જ નથી. બે વસ્તુ ભેળી થયે તો ઊલટો ખડખડાટ થાય છે, માટે અન્ય વસ્તુના કે મનુષ્યના સંયોગની ઇચ્છા કર્યા સિવાય માત્ર એકલા આત્માનું જ હિત કરવા તરફ પ્રવૃત્તિ કરવી – તેમાં જ આનંદ માનવો યોગ્ય છે. અન્યના સંયોગની ઇચ્છા કરીશ - ઇષ્ટ સંયોગે આનંદ માનીશ તો તેના વિયોગે જરૂર શોકાર્ત .