SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ' ૭૬ વિચનામૃત-૨૫] છેeo : ” “પહેલી ભૂમિકામાં શાસ્ત્રવાંચન-શ્રવણ-મનન આદિ બધું : હોય, પણ અંદર તે શુભ ભાવથી સંતોષાઈ ન જવું. આ કાર્યની સાથે જ એવી ખટક રહેવી જોઈએ કે આ બધું છે પણ માર્ગ તો કોઈ જુદો જ છે. શુભાશુભ ભાવથી રહિત માર્ગ અંદર છે – એ ખટક સાથે જ રહેવી જોઈએ.” ર૫. (હવે) ૨૫મો બોલ). પહેલી ભૂમિકામાં શાસ્ત્રવાંચન-શ્રવણ-મનન આદિ બધું હોય, પહેલું (આ બધું) હોય. એકદમ અનુભવ થઈ શકે, એમ નહિ. પહેલી ભૂમિકામાં શાસ્ત્ર વાંચન (એટલે કે ભગવાનનાં કહેલાં શાસ્ત્રનું વાંચન, એનું શ્રવણ . સાંભળવું, એનું મનન આદિ બધું હોય. “..પણ અંદર તે શુભભાવથી સંતોષાઈ ન જવું. આહા..હા...! એવો જે ભાવ એ બધો શુભભાવ છે, પુણ્ય છે. એનાથી સંતોષાઈ ન જાય. આહા..હા...! હોય ખરું આ...! પહેલી ભૂમિકામાં શાસ્ત્ર વાંચન-શ્રવણ-મનન આદિ બધું હોય, પણ અંદર તે શુભ ભાવથી સંતોષાઈ ન જવું. કે આપણે ખૂબ વાંચન કર્યું, ખૂબ શ્રવણ કર્યું, હવે ઘણું ધાર્યું છે . (એમ) સંતોષ ન કરવો. ‘આ કાર્યની સાથે જ એવી ખટક રહેવી જોઈએ....” શું કાર્ય ? વાંચન, શ્રવણ ને મનન. શાસ્ત્રનું મનન. . આ કાર્યની સાથે જ એવી ખટક રહેવી જોઈએ. કે આ બધું છે પણ માર્ગ તો કોઈ જુદો જ છે. શાસ્ત્ર વાંચન કરે, સાંભળે, વિચારે પણ અંદરમાંથી જોવે કે ભાઈ ! માર્ગ તો અંદર કંઈક જુદો છે. એ શુંભના વિકલ્પથી પણ કાંઈ (મોક્ષ) માર્ગ નથી. શુભભાવ (હોય) પણ એ કાંઈ માર્ગ નથી. એવી ખટક તો અંદર રહેવી જોઈએ. આહા..હા...! આ (ઘણાંને) તો શાસ્ત્ર વાંચનનાં પણ ઠેકાણાં ન હોય ! (આત્માર્થીને) પહેલી ભૂમિકામાં શાસ્ત્ર વાંચન (નાં ભાવ) આવે પણ અંદર
SR No.007160
Book TitleVachnamrut Rahasya
Original Sutra AuthorN/A
AuthorVitrag Sat Sahitya Prasarak Trust
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2001
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy