SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ વચનામૃત રહસ્ય ૭૧ છે. એથી એ જરીક કહ્યું, બાપુ ! એથી ઝીણી વાતું તો બહુ આઘી છે. અમને તો અંદર પ્રત્યક્ષ થઈ ગયેલી છે !! પણ હજી થોડું જીવન છે ત્યાં સુધી આ વાત આવશે. પછી તો સ્વર્ગમાં જાવાનું છે, દેવલોકમાં.... વૈમાનિકમાં....! વૈમાનિક...! વૈમાનિક દેવ છે ! દેવ ચાર છે. ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ અને વૈમાનિક (એમ) ચાર પ્રકારના દેવ છે. તે મારો વૈમાનિકમાં અવતાર છે. હવે એ વાત એક કોર.....! : - “ઉપલક ઉપલક વાંચન-વિચાર આદિથી કાંઈ ન થાય, : અંદર આંતરડીમાંથી ભાવના ઊઠે તો માર્ગ સરળ થાય. જ્ઞાયકનો અંત:સ્થળમાંથી ખૂબ મહિમા આવવો જોઈએ.” ર૩. ઉતરવું પડશે. આ સમજાય, હવે અહીં ૨૩મો બોલ (લઈએ). ૨૩મો બોલ ! ‘ઉપલક ઉપલક વાંચનવિચાર આદિથી કાંઈ ન થાય,....” આહા..હા...! ઉપર ઉપરથી (કાંઈક). વાંચી લીધું ને થોડો વિચાર કર્યો એમાં કાંઈ મળે તેવું નથી, બાપુ ! અંદર ઊંડું ઉતરવું પડશે. આહા..હા...! સમજાય છે કાંઈ ? આ..હા..હા..! ઉપલક ઉપલક વાંચન, સાંભળવું, વિચાર આદિ. “આદિ શબ્દ છે ને ? ઉપર ઉપરથી સાંભળ્યું હોય એથી કાંઈ મળે તેવું નથી. આહા..હા...! એને આત્મામાં ઉતારવું પડશે, પ્રભુ ! અંદરમાં ઉતારવાની પહેલી શ્રદ્ધા અને ભાવના તો એને કરવી પડશે. શ્રદ્ધામાં જ્ઞાનમાં તો લેવું પડશે કે આ આત્મામાં ઉતરીશ ત્યારે મારું કલ્યાણ થશે. એવો તો પહેલાં એણે જ્ઞાનમાં નિર્ણય કરવો જોશે. ભલે કરી શકે નહિ પણ એના જ્ઞાનમાં આવો નિર્ણય તો પહેલો આવવો જોઈએ કે મારે આ દ્રવ્ય આત્મા છે તેમાં ગયે જ છૂટકો છે.' એ સિવાય મારું કલ્યાણ છે નહિ. આહા..હા..હા..ઝીણી વાતું છે, બાપા ! •
SR No.007160
Book TitleVachnamrut Rahasya
Original Sutra AuthorN/A
AuthorVitrag Sat Sahitya Prasarak Trust
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2001
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy