________________
૬૪
[વચનામૃત-૨૧] ચૈિતન્યની ભાવના પરિણમેલી ન હોય. (અહીં તો યથાર્થ ભાવના થઈ હોય) એવા જીવની વાત લીધી છે. '
એ જીવ જ્યારે ચૈતન્યમાં પરિણમે છે આહા..હા...! ભગવાન અંદર ચૈિતન્યના નૂરનું પૂર છે ! ચૈતન્યનો ધ્રુવ પ્રવાહ છે. પાણીનો પ્રવાહ જેમ એકધારો આમ ચાલ્યો જાય છે. નદીનું પાણી જ્યારે ધોધમાર બે કાંઠે આવે...! અમારા ઉમરાળા . જન્મ ધામમાં મોટી નદી છે. પાણી આવે ત્યારે ૪૫ માથોડાં પાણી આવે. કાંઠો ભરાઈ જાય, સામું જોઈ શકાય નહિ એટલું પાણી....!
અહીં એ કહે છે કે નદીનું પૂર એટલું જોરથી આમ પ્રવાહમાં ચાલતું હોય એના કરતાં પણ અનંત ગુણો પ્રવાહ અંદર આતમ(નો) ચૈતન્યપ્રવાહ છે ! આહા...! ચૈતન્યના તેજના - પ્રકાશના નૂરનું પૂર છે ! અરેરે...! એમાંથી ઊગેલી ભાવના (એટલે) ....એવી યથાર્થ ભાવના હોય,... અહીં યથાર્થ ઉપર વજન છે. કલ્પના કરીને (કંઈ પરિણમન થયું છે) એ નહિ પણ યથાર્થ (ભાવના છે. જેવી ચીજ છે તેવી અંદર ભાવના હોય ....તો તે ભાવના ફળે જ છૂટકો. ‘તો તે ભાવના ફળે જ છૂટકો !” (અર્થાત) તે ભાવનામાંથી કેવળજ્ઞાન આવે જ છૂટકો ! બીજ ઊગી હોય ને પૂનમ ન થાય એમ ત્રણકાળમાં બને નહિ, શું કીધું એ ?
બીજ ઊગે છે ને ? બીજ (ઊગ્યા) પછી તેર દિવસે પૂનમ થાય જ. એ પૂનમ ન થાય એમ કોઈ દિ બને નહિ. આહા..હા...હા...! એમ જેને આત્માના સમ્યકરૂપી બીજડાં જ્યાં અંદર ઊગ્યાં....! ભગવાન ચૈતન્યમૂર્તિ આનંદનો નાથ ! અંતરમાં રાગ ને દ્વેષના ભાવથી રહિત થઈ અંદર ચૈતન્યનું બીજ ઊગ્યું....! આહા..હા..! પરિણમેલી દશા ઊગી એ બીજ છે. એ બીજ જેમ પૂનમ થયે છૂટકો, એમ આ સમ્યગ્દર્શનની પરિણતિ થયે કેવળજ્ઞાન લીધે છૂટકો છે. જેમ આ બીજ તેરમે દિવસે પૂર્ણ પરિણમીને) આવે એમ આને એક કે બે ભવમાં કેવળજ્ઞાન આવ્યા વિના રહેતું નથી. આહા..હા..હા..! આવી વાતું છે ભાઈ ! છે (અંદર) ? (ચૈતન્યમાંથી) ઊગેલી ભાવના એવી યથાર્થ હોય તો તે ભાવના ફળે જ છૂટકો. આહા..હા..હા...!
બહેન વિચારીને અનુભવમાંથી બોલતાં હતાં કે, ....જો ન ફળે તો જગતને . ચૌદ બ્રહ્માંડને શૂન્ય થવું પડે....' શું કીધું એ ? આહા..હા...! ચૈતન્યની ભાવના