________________
પ્રકાશકીય
વચનામૃત રહસ્ય' નામક આ લઘુકાય ગ્રંથ પ્રકાશિત કરતાં અમોને અત્યંત હર્ષ થાય છે. સદ્ધર્મપ્રભાવક, નિષ્કારણ કરુણામૂર્તિ પૂજ્ય ગુરુદેવશ્રીએ ભારતવર્ષમાં ગામે-ગામ પ્રવચનોની અમૃતવર્ષા કરીને ભવ્ય જીવોને મોક્ષમાર્ગની સાચી દિશા બતાવી પરમ પરમ ઉપકાર કર્યો છે.
પૂજ્ય ગુરુદેવશ્રીમાં સાતિશય લબ્ધિયુક્ત જ્ઞાન, તેમની અસાધારણ પ્રતિભા, શાસ્ત્રના સૂક્ષ્મ સિદ્ધાંતો ઉકેલવાની વિચક્ષણતા, નિષ્કારણ કરૂણાશીલ હૃદય, જિનમાર્ગ પ્રત્યેનો પ્રેમ ઇત્યાદિ અનેકાનેક ગુણોના દર્શન થાય છે. પૂજ્ય ગુરુદેવશ્રીની ધર્મ પ્રભાવના માટેની ભાવના પ્રત્યેક પ્રવચનોમાં વ્યક્ત થાય છે. આ જ ભાવનાના ફળસ્વરૂપે નાયરોબીના મુમુક્ષુઓની વિનંતીને માન આપીને વિદેશગમન કરી ત્યાંની ધરાને પણ પવિત્ર કરી અને પ્રવચનોની અમૃતવર્ષા કરી. - પૂજ્ય ગુરુદેવશ્રીના નાઈરોબીના વિહાર વખતે પૂજ્ય ભાઈશ્રી શશીભાઈના સૂચનથી અને એક મુમુક્ષુના પ્રયત્નથી ત્યાંનાં મુમુક્ષુ મંડળે પૂજ્ય ગુરુદેવશ્રીનાં વિડીયો પ્રવચનો ઉતારવાનો નિર્ણય લીધો અને એકાદ-બે દિવસ પછી વિડીયો ઊતારવાનું શરૂ કરવામાં આવેલ. તદર્થ નાઈરોબી મુમુક્ષુ મંડળનો અત્રે આભાર માનવામાં આવે છે. પૂજ્ય ભાઈશ્રી શશીભાઈની આ દૂરંદેશિતા પ્રત્યે ઉપકૃત લાગણી ઉત્પન્ન થાય છે અને આ પુસ્તક પ્રકાશન પ્રસંગે તેઓશ્રીના ઉપકારને સ્મરણમાં લઈ કોટિ કોટિ વંદન કરીએ છીએ. . વર્તમાનમાં પૂજ્ય ગુરુદેવશ્રીની અનઉપસ્થિતિમાં તેમના નાયરોબીમાં થયેલાં પ્રવચનોની થોડી-ઘણી ઉપલબ્ધ વિડીયો કેસેટ તથા સી.ડી. તેઓશ્રીના દર્શન કરાવવામાં નિમિત્ત થાય છે. તેઓશ્રીના હાવભાવ, તેઓશ્રીની પ્રત્યેક ચેષ્ટા, કરુણારસ નિતરતી પ્રસન્ન મુખમુદ્રા, નિત્ય આત્મદર્શનની ઝાંખી કરાવી જાય છે. જેઓએ પૂજ્ય ગુરુદેવશ્રીને જોયા પણ નથી તેઓ માટે તો આ એક જ સાધન દર્શન અર્થે ઉપલબ્ધ છે. પૂજ્ય ગુરુદેવશ્રીના આ